રાણાવાવ-કુતિયાણા વિધાનસભા મત વિસ્તારનાં ૧૦ રસ્તાઓનાં કામો મંજુર કરાવતા ધારાસભ્ય કાંધલ જાડેજા

0

કુતિયાણા-રાણાવાવ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કાંધલ જાડેજાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને કુતિયાણા વિધાનસભા મતક્ષેત્રના વિવિધ ગામડાઓના માર્ગ અને મકાન વિભાગ રાજય અને (પંચાયત) હસ્તકના સાત વર્ષ કે તેથી વધુ સમયથી રીકાર્પેટર ન થયા હોય તેવા રસ્તાઓની યાદી પ્રાયોરિટી ધોરણે લખીને મોકલવામાં આવી હતી. જે અન્વયે રાજય હસ્તકના બે (ર) રસ્તાઓ તેમજ પંચાયત હસ્તકના ૮ (આઠ) રસ્તાઓના કામો માટે રૂા. ૭.૪૦ કરોડના કામો મંજુર કરી જાેબ નંબર અપાવવામાં સફળતા મેળવી છે. આ રસ્તાઓમાં કુતિયાણા તાલુકાના મોડદર-કવલકા ધરસન (૫.૫૫ કીમી) રીસરફેસિંગ અને રોડ ફર્નિસિંગ કામગીરી માટે રૂા. ૧૬૮.૩૮ લાખ, જમરા એપ્રોચ (એમ.ડી.) (૧.૬૦ કીમી) રોડ માટે ૪૬.૮૫ લાખ મળી કુલ રૂા. ૨૩૩.૨૩ કરોડ મંજુર થયેલા છે. જયારે પંચાયત હસ્તકના પ્રભાગના સાત વર્ષથી વધુ સમયના રીકાર્પેટ કરવાના થતા રસ્તાઓના કામોમાં રાણાવાવ તાલુકાના ખંભાળા એપ્રોચ રોડ(વી.આર.) ૪ કીમી માટે ૬૦ લાખ, કુતિયાણાના તાલુકાના મહોબતપરા એપ્રોચ રોડ જાેઈનિંગ ટુ કુતિયાણા ખાગેશ્રી રોડ(નોન પ્લાન) ૧૬.૫૦ લાખ, કુતિયાણા હામદપરા હેલાબેલી ખુનપુર વાયા ઉભીધાર રોડ (નોન પ્લાન) ૧૪ કીમી માટે ૨૧૦ લાખ, કોટડા ઠોયાણા રોડ (નોન પ્લાન) ૫.૫૦ કીમી માટે ૮૨.૫૦ લાખ, વડાળા મેરવદરરોડ અપટુ ડીસ્ટ્રીકીટ લીમીટ (નોન પ્લાન) ૨ કીમી માટે ૩૦ લાખ, રાણાવાવ તાલુકાના રાણાવડવાળા અણિયારી રોડથી તુંબડતોડને સપરા રોડ (નોન પ્લાન) ૨.૫૦ કીમી માટે ૩૭.૫૦ લાખ, હનુમાનગઢથી ગંડીયાવારા નેસ રોડ(નોન પ્લાન) ૩.૫૦ કીમી માટે ૫૨.૫૦ લાખ, તેમજ દીપડીયાપરા બિલેશ્વર રોડ (નોન પ્લાન) ૧.૨૦ કીમી માટે ૧૮ લાખ મળીને કુલ ૫.૦૭ કરોડના રસ્તાઓનો સમાવેશ થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!