એક વર્ષથી સોમનાથમાં ભટકી રહેલ રાજસ્થાની આધેડનું પરીવાર સાથે પોલીસે મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા

0

સોમનાથ સાંનિધ્યે એક વર્ષથી રખડતો ભટકતા રાજસ્થાનના અજમેર જીલ્લાનાં ડ્રાઇવીંગ કરતા માનસીક બિમારીથી પીડીત આધેડની પોલીસે હિસ્ટ્રી જાણી હતી. જે માહિતી સ્થાનીક એક રાજસ્થાનનાં શખ્સ થકી રાજસ્થાનના લોકલ સોશ્યલ મિડીયા ગ્રુપમાં મુકતા આધેડના પરીવારજનોનો સંપર્ક થયેલ હતો. જેના આધારે પરીવારજનોને અહી બોલાવી ખરાઇ કરી પોલીસે આધેડનું તેના પરીવાર સાથે મિલન કરાવતા પોલીસ સ્ટેશનમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. પોલીસની કુનેહભરી કામગીરીએ ફરી પોલીસ પ્રજાની મિત્ર હોવાના સુત્રને સાર્થક કરી બતાવ્યું છે.
રાજસ્થાનમાં ગુમ થયેલ આધેડનું સોમનાથ મહાદેવના સાંનિધ્યે પરીવાર સાથે મિલન થયાની રસપ્રદ ઘટના અંગે માહિતી આપતા પીઆઇ બી.જી. રાઠવાએ જણાવેલ કે, ગત તા.૩૧ ડીસેમ્બરની રાત્રીના ટાઉન વિસ્તારમાં સ્ટાફ પેટ્રોલીંગ કરી રહેલ તે સમયે પ્રભાસ પાટણની શિવ ચોકી પાસે એક આધેડ છેલ્લા એક વર્ષથી રખડતો ભટકતો હોવાનું દુકાનદારોએ જણાવેલ હતુ. જેથી તે આધેડ સાથે વાતચીત કરતા તે રાજસ્થાની ભાષા બોલતો હોવાથી કંઇ સમજાતુ ન હતુ. જેના કારણે અહીં રેલ્વે સ્ટેશનમાં ફરજ બજાવતા રાજસ્થાની હરકેષભાઇ મીનાને બોલાવી વાતચીત કરાવી આધેડની માહિતી મેળવી હતી. જેમાં આધેડ સત્યનારાયણ ઉર્ફે સતુ શ્રીરામજી ગુર્જર (ઉ.વ.૫૦) રહે. બ્યાજવર બેંક કોલોની સામે જી.અજમેર (રાજસ્થાન)વાળો હોવાનું જાણવા મળેલ હતુ.
જેથી પોલીસ અધિક્ષ કચેરીમાં કોમ્પ્યુરટર શાખામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ બાબુભાઇએ આધેડની માહિતી અને ફોટાની પોસ્ટ સોશ્યલ મિડીયામાં મુકવાની સાથે તેમના એક રાજસ્થાની મિત્ર થકી રાજસ્થાનના લોકલ ગ્રુપમાં પણ પોસ્ટ મુકાવી હતી. જે પોસ્ટ થકી આધેડના પરીવારજનોનો સંપર્ક થતા તેમને અહીં બોલાવવામાં આવેલ હતા. આધેડને લેવા અજમેરથી તેનો સગો ભાઇ રામજી ગુર્જર અહીં પોલીસ સ્ટેવને આવી તેના મોટાભાઇ સત્યનારાયણ ઉર્ફે સતુને ઓળખી બતાવેલ હતો. ત્યારબાદ રામજીભાઇએ તેના મોટાભાઇ ગુમ થયા અંગે ગત તા.૨૬-૦૨-૧૯ના રોજ અજમેર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરીયાદ દાખલ કરાવેલ હતી અરજીની કોપી તથા અન્ય આધાર પુરાવા રજુ કરેલ જેની ખરાઇ કરતા તે સાચા હોવાનું જણાયેલ હતુ. જેથી પોલીસ સ્ટેેશનમાં મિલાપ કરાવતા બંન્ને ભાઇઓ હરખના આસું સાથે ભેટી પડતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
વધુમાં પીઆઇ રાઠવાએ જણાવેલ કે, સત્યનારાયણ ઉર્ફે સતુ ગુર્જર (ઉ.વ.૫૦) અગાઉ ડ્રાઇવીંગ કરતો તે સમયે એક અકસ્માતમાં તેને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી અમુક સમયે તે ગાંડા કાઢવા જેવી માનસીક બિમારીથી પીડીત હતો. જેના કારણે તે કઇ રીતે કયારે અજમેરથી ઘરેથી નિકળી સોમનાથ પહોંચી ગયેલ તેની કશી ખબર ન હતી. સોમનાથમાં પણ છેલ્લા એક વર્ષથી શિવ પોલીસ ચોકી આસપાસ જ આંટાફેરા કરી ત્યાંજ આસપાસની કેબીનો પાસે રહેતો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!