વેરાવળમાં જાલેશ્વર મંદિરના પુલનું કામ કયારે પુર્ણ થશે ?

0

વેરાવળમાં બિરલા મંદિરની પાછળ આવેલ પૌરાણીક જાલેશ્વર મંદિરે પહોંચવાના રસ્તા ઉપર વચ્ચે નદી અને દરીયો આવે છે. તે સ્થળે પુલ બનાવવાના કામનું ખાતમુર્હુત ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણી પૂર્વે કરાયેલ હતું. જે કામ આજે પણ પુર્ણ ન થયેલ હોવાથી લોકોમાં રોષ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર જે કામનું ખાતમુર્હુત કરે છે તે નિયત સમયમાં પુર્ણ કરી તેનું લોકાર્પણ પણ તેઓ જ કરે છે તે દાવા સામે સવાલો ઉભા થયા હોય જાલેશ્વરના પુલનું કામ વહેલીતકે પુર્ણ કરાવવા એડવોકેટ મેહુલ દરીએ મુખ્યમંત્રને રજુઆત કરી છે. વેરાવળના એડવોકેટ મહેલ દુરીએ કરેલ રજુઆતમાં જણાવેલ કે, વેરાવળમાં મોટી સંખ્યામાં ખારવા સમાજનો વસવાટ છે. ખારવા સમાજના ઇષ્ટદેવ રામદેવજી મહારાજનું પૌરાણીક જાલેશ્વર મંદિર વેરાવળ શહેરમાં બિરલા મંદિરની પાછળ આવેલ છે. જયાં દરરોજ મોટી સંખ્યામાં ખારવા સહિત તમામ હિન્દુ સમાજના લોકો દર્શન કરવા જાય છે. આ મંદિરે જવાના રસ્તા ઉપર વચ્ચે નદી અને દરીયાનો ભાગ આવે છે. ચોમાસાની સીઝનમાં આ રસ્તો બંધ થઇ જતો હોવાથી લોકોને મંદિરે જવા ૮ કીમી ફરીને જવુ પડતુ હતુ. જેથી આ રસ્તા ઉપર લાંબા સમયથી પુલ બનાવવાની માંગણી થઇ રહી હતી. જેને રાજય સરકારે મંજુર કરી ૨૦૧૭માં પુલ બનાવવાના કામનું ખાતમુર્હુત રાજયમંત્રીએ કરેલ હતુ. તે સમયે થોડા સમયમાં પુલ બની જશે તેવી જાહેરાત કરી હતી. ખાતમુર્હુતના ત્રણ વર્ષ બાદ પણ આજની સ્થિતિએ પુલ બનેલ નથી. જેના કારણે ભાજપે અમોએ ખાતમુર્હુત કરેલા કામોનું અમો જ સમયસર પુર્ણ કરી લોકાર્પણ કરતા હોવાના દાવા સામે લોકોમાં અનેક શંકા સાથે સવાલો ઉભા થયા છે. ત્યારે વહેલીતકે જાલેશ્વર મંદિરે જવાના પુલનું કામ પુર્ણ કરાવવામાં આવે તેવી માંગણી છે.
આ અંગે પીડબ્લયુડીના એન્જીનીયર ચારણીયાએ જણાવેલ કે, ખાતમુર્હુત બાદ આવેલા બે થી ત્રણ વાવાઝોડા અને કોરોનાના કારણે લાંબો સમય સુધી પુલનું કામ થઇ શકયુ ન હતુ. આ ઉપરાંત ચોમાસાની સીઝનમાં પણ પુલનું કામ વારંવાર બાધિત થતુ હતુ. હાલની સ્થીતિએ પુલનું ૩૫ ટકા જેવું કામ થઇ ચુકયુ છે. હાલ પુલની કામગીરી પુરજાેશમાં ચાલુ હોય સંભવતઃ આગામી ચારથી છ માસમાં કામ પુર્ણ કરવા કોન્ટતકટર એજન્સીને સુચના આપવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews