કતકપરા ગામે યુવતી ઉપર એક શખ્સે દુષ્કર્મ આચર્યુ, ફરીયાદ

માણાવદરનાં કતકપરા ગામે એક યુવતી ઉપર ગામમાં જ રહેતા મિતલ ઉર્ફે કુમેશ મનસુખભાઈ વાઘ નામનાં શખ્સે દુષ્કર્મ આચર્યુ હતું. આ બનાવની પોલીસમાંથી મળતી વિગત મુજબ આરોપી મિતલની પત્ની રીસામણે હોય તે દરમ્યાન આરોપીએ ફરીયાદી યુવતીને વિશ્વાસમાં લઈ લગ્ન કરવાની લાલચ આપી અવાર-નવાર પોતાના ઘરે બોલાવી દુષ્કર્મ ગુજારી છ માસનો ગર્ભ રાખી દીધો હતો. આ બનાવમાં પોલીસે યુવતીની ફરીયાદ આધારે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઈ પી.વી.ધોકડીયાએ આગળની તપાસ હાથ ધરી છે.
જયારે અન્ય એક બનાવમાં બીલખાના બંધાળા ગામની સીમમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીનું હાલ બાંટવામાં રહેતા સુરેશ તુલસીભાઈ (રહે.નાઈકા, તાલુકો સમી) નામનાં શખ્સે લગ્ન કરવાનાં કે બદકામ કરવાનાં ઈરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી જતાં આ બનાવમાં પોલીસે ફરીયાદ નોંધી પીએસઆઈ એમ.જી.ધામાએ આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!