ભેંસાણ : પ્રેમલગ્નનાં મનદુઃખમાં યુવાન ઉપર છરીથી જીવલેણ હુમલો

0

ભેંસાણમાં રહેતા હારૂન સુલેમાનભાઈ ખાનની સાળી સાથે આરોપી અભિષેક ઈશ્વરદાન સુરૂ ગઢવીએ પ્રેમલગ્ન કરેલ હોય અને બાદમાં બંનેને નહીં ભળતા તેઓનાં છુટાછેડા થયેલ. જેનુ મનદુઃખ રાખી અભિષેકે હારૂનભાઈને ભેંસાણનાં પરબ રોડ ઉપર બોલાવી મારી નાંખવાનાં ઈરાદે છરીનો જીવલેણ ઘા કરી ડાબા પડખામાં ગંભીર ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં પોલીસે અભિષેક વિરૂધ્ધ કલમ ૩૦૭ હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પીએસઆઈ આર.એ.જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે. જયારે અભિષેક ઈશ્વરદાન ગઢવીએ હારૂન સુલેમાન સામે પોતાને ફોન કરી બોલાવી ભુંડી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યાની ફરીયાદ નોંધાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!