જૂનાગઢ, મેંદરડામાંથી વિદેશી દારૂ ઝડપાયો

જૂનાગઢનાં દાતાર રોડ ઉપરથી એલસીબીની ટીમે સરવર મહેમુદભાઈ બ્લોચને વિદેશી દારૂની ૧૦ બોટલ સાથે ઝડપી લીધો હતો. જયારે બી-ડીવીઝન પોલીસે એસટી બસ સ્ટેશનમાંથી વસીમ આમદભાઈ સીડાને દીવ બનાવટની દારૂની બે બોટલ સાથે ઝડપી લીધો હતો. જયારે મેંદરડા પોલીસે લીલવા ગામેથી હનીફભાઈ આમદભાઈ દલને વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!