જૂનાગઢનાં ઢાલરોડ ઉપર મારામારી, સામ-સામી ફરીયાદ

0

જૂનાગઢનાં ઢાલરોડ ઉપર મારામારીનાં બનાવમાં પોલીસે સામ-સામી ફરીયાદ નોંધી છે. જૂનાગઢમાં જુના બસ સ્ટેશન પાસે રહેતા મોહીન નિસારભાઈ મહીડાએ મોહસીન શકીલભાઈ મહીડા, તેસીલભાઈ શકીભાઈ મહીડા અને શકીલભાઈ મહીડા વિરૂધ્ધ ઢીકાપાટુનો માર માર્યાની ફરીયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે ઢાલરોડ ઉપર રહેતા મોહસીન શકીલભાઈ મહીડાએ નિસાર મહમદ મહીડા, મોહીન નિસારભાઈ મહીડા, તૌફીક હારૂન મહીડા અને એજાજ ફારૂક મહીડા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે કે પોતે તથા તેમની માતાને મોહસીન કયાં છે એમ કહીં ઘરના દરવાજા ખખડાવી બારીમાંથી તલવારનો ઘા કરતાં ફરીયાદીની માતાને જમણા હાથમાં ઈજા પહોંચાડેલ તેમજ ફરીયાદીને પણ ઈજા પહોંચી હતી. આ બનાવમાં પોલીસે સામ-સામી ફરીયાદ નોંધી એ-ડીવીઝનનાં પીએસઆઈ આર.જી.મહેતાએ આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews