માંગરોળ : અજાણ્યા વાહને સાયકલને હડફેટે લેતા પ્રૌઢનું મોત

માંગરોળનાં ગોરેજ ગામે હાલ રહેતા બીલેભાઈ નજયાભાઈ મુસલદે (રહે.ખેડદિગર, મહારાષ્ટ્ર)નાં પિતા સાયકલ લઈને કામ ઉપર ગયેલ તે વખતે સુલતાનપુર વાછરાવડલીથી માંગરોળ જતાં રોડ ઉપર આવેલ બાપાસીતારામની મઢુલી પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે સાયકલને હડફેટે લઈ લેતા આ અકસ્માતમાં બીલેભાઈનાં પિતાને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજયું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક નાસી ગયો હતો. આ બનાવમાં માંગરોળ પોલીસે અજણ્યા વાહન ચાલક વિરૂધ્ધ પીએસઆઈ સોલંકીએ આગળની તપાસ હાથ ધરી છે.
જયારે વિસાવદરનાં જુના જકાતનાકા પાસે અલ્ટ્રોકાર નં.જીજે-૧પ-પીપી-૩૬૮૮નાં ચાલકે બાઈક નં.જીજે-૧૧-એજે-૪૯૭ર સાથે અકસ્માત સર્જતા બાઈક ચાલક ભલગામનાં જયસુખભાઈ શામજીભાઈ વૈષ્ણવ (ઉ.વ.પ૧)તે બંને પગ તથા હાથમાં નાની-મોટી ઈજા પહોંચી હતી. આ ઘટનામાં અકસ્માત સર્જી કાર ચાલક નાસી ગયો હતો. પોલીસે તેની વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!