કામ કરી પરત શાપુર જઈ રહેલા અજાણ્યા યુવાનનું ખલીલપુર ચોકડી નજીક વાહન હડફેટે મૃત્યું

0

જૂનાગઢમાં ખલીલપુર ચોકડી પાસે કારખાનામાં કામ કરી પરત શાપુર ઘરે જઈ રહેલા એક યુવાનનું વાહન હડફેટે મૃત્યું થયું હતું. આ અંગેની પોલીસમાંથી મળતી વિગતો મુજબ ખલીલપુર ચોકડી નજીક બુધવારે રાત્રે એક યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ વાહને હડફેટે લેતાં યુવાનનું મૃત્યું નિપજયું હતું. આ અંગે બિલખાના કલ્પેશભાઈ કરશનભાઈ લુણાગરીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.મૃત્યુ પામેલ યુવાનનું નામ વિરલભાઈ મગનભાઈ કારીયા હોવાનું અને તે શાપુરનો વતની હતો તથા કારખાનામાં કામ કરી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ અંગે તાલુકા પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews