ઉના : કંસારી સીમમાં સિંહ પરિવારનાં ધામા, ફફડાટ

0

કંસારી અને વાવરડા સીમમાં નહેર નજીક ૪ દિવસથી ધામા નાખેલ ૩ થી ૪ સિંહોને વન વિભાગ પાંજરા મૂકીને પકડી પાડે તેવી ગ્રામ્યજનો માંગણી કરી રહેલ છે. ઉનાથી ૬ કિ.મી. દૂર કંસારી-વાવરડા જતી નહેરમાં સીમ  વિસ્તારમાં સિંહ-સિંહણના ગ્રુપએ વસવાટ કરી લીધો છે. રાત્રીના સિંહ ડણક તથા હુકાર નાંખતા ખેડૂતો ખેતરે રખોપુ કરવા તથા પાણી વાળવા જતાં ડરી રહ્યા છે. આ સિંહના ગ્રુપ અવારનવાર રેઢીયાળ ઢોરનું મારણ પણ કરે છે. માનવી ઉપર હુમલો કરે તે પહેલા આ સિંહના ગ્રુપને ખદેડવા ખેડૂતોની માંગણી ઉઠી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews