ધરતી છેલ્લા ૫૦ વર્ષમાં કોઈ પણ સમયથી વધારે ઝડપથી ફરી રહી છે. વૈજ્ઞાનિક હવે આ વાતથી ચિંતિત છે કે આને કઈ રીતે મેનેજ કરી શકાય. અત્યારે ધરતી તેની સામાન્ય ગતિથી વધારે ઝડપથી ફરી રહી છે. ધરતી ૨૪ કલાકથી પહેલા પોતાની ધરી ઉપર એક ચક્કર પુરૂ કરી રહી છે. ધરતીમાં આ બદલાવ ગત વર્ષના મધ્યમાં આવ્યો હતો. ધરતી ૨૪ કલાકમાં પોતાની ધરી પર એક ચક્કર લગાવે છે, ધરતી છેલ્લા ૫૦ વર્ષોમાં કોઈ પણ સમયની સરખાણીએ વધારે ઝડપથી ફરી રહી છે. આ કારણે ધરતી પર રહેલા તમામ દેશોનો સમય બદલાઈ જાય છે.
વૈજ્ઞાનિકોએ પોત-પોતાની જગ્યાએ વર્તમાન ઑટોમેટિક ક્લોકનો સમય બદલવો પડશે. એટલે કે આ વખતે વૈજ્ઞાનિકોએ નેગેટિવ લીપ સેકન્ડ પોત-પોતાની ઘડિયાળમાં જાેડવું પડશે. વર્ષ ૧૯૭૦થી અત્યાર સુધી કુલ મળીને ૨૭ લીપ સેકેન્ડ જાેડવામાં આવી ચુકી છે. એક રિપોર્ટ પ્રમાણે ગત કેટલાય દશકાથી ૨૪ કલાકથી વધારે સમય લઇને ધરતી પોતાની ધરી ઉપર ફરી રહી હતી, પરંતુ ગત વર્ષે જૂનથી ૨૪ કલાકથી ઓછા સમયમાં એક ચક્કર લગાવી રહી છે. ધરતી અત્યારે ૨૪ કલાકમાં ૦.૫ મિલીસેકન્ડ ઓછો સમય લઇને ફરી રહી છે. એટલે કે આપણા ૨૪ કલાકમાં ૦.૫ મિલી સેકન્ડ ઓછી થઈ છે. છેલ્લા ૫૦ વર્ષથી ધરતીના ફરવાનો એકદમ સાચો આંકડો નીકાળવામાં આવી રહ્યો છે. ૨૪ કલાકમાં ૮૬,૪૦૦ સેકન્ડ્સ હોય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews