કર્ણાટકમાં ગૌહત્યા વિરોધી વટહુકમને રાજયપાલે મંજુરી આપી

0

ગૌહત્યા વિરોધી વટહુકમને કર્ણાટકના રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. જે મુજબ આ કાયદા હેઠળ ફક્ત ખરી રીતે ગૌહત્યામાં સંકળાયેલ નહીં હોય પણ જેઓ પશુઓના વેંચાણમાં સંકળાયેલ હોય તો એમને પણ સજા આપવાની જાેગવાઈ છે. અર્થાત જે ખેડૂતો પશુપાલન કરતા હોય અને એ માહિતી ધરાવતા હોય કે પશુઓને કતલ માટે લઈ જવામાં આવી રહ્યા છે અને એ જાણવા છતાંય પશુનું વેંચાણ કરતા હોય તો એમને કાયદાની કલમ ૭ અને ૧૫ હેઠળ દોષિત ઠરાવવામાં આવશે અને એની સામે કેસ નોંધવામાં આવશે. સૌથી ગંભીર બાબત કાયદાની એ જાેગવાઈ છે જે મુજબ પોલીસને તપાસ અને જપ્તીના અધિકારો આપવામાં આવ્યા છે. જાે પોલીસને માનવાનું કારણ હોય કે અહિંયા પશુઓની ખરીદી, વેંચાણ અને નિકાલ પશુઓની કતલ માટે કરવામાં આવી રહ્યું છે એવા સંજાેગોમાં પોલીસ તપાસ કરી પશુ જપ્ત કરી શકશે. પોલીસને એ પણ અધિકારો આપવામાં આવ્યા છે કે, જાે પોલીસને યોગ્ય જણાય કે અહિંયા કતલ માટેના સાધનો ઉપલબ્ધ છે, તો પોલીસ એ સ્થળને સીલ મારી શકે છે અને સાધનો કબજે કરી શકે છે. આનો અર્થ એ થયું કે, જે ઘર અથવા દુકાન અથવા અન્ય સ્થળે પશુઓ રાખવામાં આવ્યા હોય અને પોલીસને માનવાનું કારણ હોય કે આ પશુઓ કતલના ઉદ્દેશ્યથી રાખવામાં આવ્યા છે, તો પોલીસ એ પશુ જપ્ત કરી શકે છે. આમ આ રીતે કર્ણાટકનો ગૌહત્યાનો કાયદો ભારતના કોઈ પણ રાજ્યના ગૌહત્યાના કાયદા કરતા વધુ સખત છે. અન્ય રાજ્યોએ પોતાના કાયદાઓમાં પશુઓના વેંચાણને ગુનામાંથી મુક્તિ આપી છે. પણ કર્ણાટકમાં વંેચાણકર્તાઓની સામે ગૌહત્યામાં મદદગારીનો કેસ નોંધવામાં આવશે અને સજા આપવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews