શહેર તથા ગ્રામ્ય પંથકમાં પતંગોત્સવની સાથે મકરસંક્રાંતિ માટે માહોલ જામ્યો છે. એક વખતે ખાલી દેખાતું આકાશ રંગબેરંગી પતંગોથી સંક્રાંતમાં ભરાઇ જશે. ઉના શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા સાતેક વર્ષની લોકોમાં સંક્રાંતના તહેવારમાં પતંગ ઉડાડવાનો ક્રેઝ વતો જાય છે. અગાઉ જયારે ઉના, જૂનાગઢના નવાબના શાસન હેઠળ હતું ત્યારે આઝાદી પહેલા લોકો ભાદરવા મહિનામાં પતંગ ઉડાડતા હતાં અને સંક્રાંતના દિવસે માત્ર જૂનાગઢના નવાબ અને તેનો પરિવાર જ માત્ર પતંગ ઉડાડતો હતો. આઝાદી મળ્યાના ઘણા વર્ષો બાદ પણ ઉના અને જૂનાગઢની પ્રજા નવાબના ફતવામાં જાણે બહાર ન આવી હોય તેમ સંક્રાંતના દિવસે માત્ર દાન પુણ્ય અને પશુઓને ઘાસચારો આપી ઉજવણી કરતી હતી, પરંતુ એકવીસમી સદીમાં લોકો તહેવારો ઉજવવા ઉત્સાહી થયા છે અને છેલ્લા છ સાત વર્ષથી ઉનામાં પણ દર વર્ષે મકરસંક્રાંતિના તહેવારોમાં લોકો આનંદ અને ઉત્સાહથી રંગબેરંગી પતંગો આકાશમાં ચગાવી આનંદ લઇ રહ્યા છે. ગત વર્ષે ઉના શહેર તથા તાલુકામાં લાખો રૂપિયાના પતંગ અને દોરાઓ વેંચાયા હતાં અને આ વર્ષે પણ લોકો કોરોનાના તનાવયુકત માહોલમાં પણ સરકારની ગાઇડલાઇન મુજબ પતંગ ઉડાડી આનંદ પ્રમોદ કરશે તેમજ અત્યારથી જ ઉનામાં પતંગ-દોરાનું વેંચાણ શરૂ થઇ ગયેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews