ગીર સોમનાથ જીલ્લાની જીએચસીએલ કર્મચારી યુનીયનની ચુંટણીમાં સાત વર્ષે ફરી બીએમએસનો ભવ્ય વિજય

0

ગીર સોમનાથ જીલ્લાની મોટી ઔદ્યોગીક કંપની જીએચસીએલમાં કર્મચારી યુનીયનની ચુંટણી યોજાય હતી. જેમાં સાત વર્ષથી વિજેતા થતા એમ્પલોયઝ યુનીયનને કારમી પછડાટ આપી બીએમએસ યુનીયનનો જંગી લીડથી વિજય થયો હતો. આ રસાકસીભરી ચુંટણીમાં કંપનીમાંથી અગાઉ વીઆરએસ આપી છુટા કરાયેલા કર્મચારીઓનો મુદો ગાજયો હતો. સુત્રાપાડા ખાતે આવેલ જીએમસીએલ કંપનીમાં એમ્પલોયઝ યુનીયન અને ભારતીય મઝદુર સંઘ યુનીયન વચ્ચે ચુંટણી યોજાઇ હતી. જેમાં કુલ ૪૭૭ લોકોનું મતદાન થયેલ હતું. જેમાંથી મઝદુર સંઘના જેસીંગભાઇ બારડને ૩૨૩ મતો મળેલ જયારે તેમના પ્રતિસ્પર્ધી એમ્પલયોઝ યુનીયનના મેણસીભાઇ બારડને ૧૫૪ મળેલ હતા. જેથી બીએમએસના જેસીંગભાઇ બારડ ૧૬૯ મતોથી વિજય થયેલ હતા. જેથી બીએમએસના ઉપપ્રમુખ દશરથસિંહ સરવૈયા, જગદીશ મોરી, રફીકભાઇ મલેક, સેક્રેટરી વિનોદભાઇ ખાત્રા, કરશન બારડ સહિતનાએ બીએમએસના વિજયને વધાવ્યો હતો. સુત્રાપાડા પાલીકાના પ્રમુખ દિલીપસિંહ જશાભાઇ બારડ સહિતના આગેવાનોએ જેસીંગભાઇના વિજયને આવકારી હારતોરા કરેલ હતા.
આ ચુંટણી અંગે બીએમએસના જેસીંગભાઇ બારડએ એક વાતચીતમાં જણાવેલ કે, કંપનીમાં અગાઉ ઇન્સેએટીવ અને વીઆરએસની સ્કીમ આવેલ હતી. જેમાં અગાઉ કંપનીમાં કામ કરતા અમુક કર્મચારીઓને ધરારથી વીઆરએસ લેવડાવેલ હતું. જે બંન્ને મુદાઓને લઇ કર્મચારીઓમાં નારાજગી હતી. જેની સામે અમારા યુનીયને આગામી સમયમાં વીઆરએસની સ્કીમથી કોઇ કામદારની નોકરી નહીં જાય તેની ખાત્રી આપી હતી. જેના ઉપર કર્મચારીઓએ વિશ્વાસ રાખી અમોને જંગી બહુમતિથી વિજય બનાવ્યા છે. જેથી આગામી સમયમાં અમારી ખાત્રી મુજબ અમે કર્મચારી હિતમાં કામ કરીશું. એક તરફ કંપનીનું પ્રતિવર્ષ પ્રોડકશન વધી રહયુ છે ત્યારે આગામી દિવસોમાં વીઆરએસની સ્કીમ થકી કર્મચારી ઘટાડવાના પ્રયત્નનો વિરોધ કરી નવા કર્મચારીઓની જરૂરીયાત મુજબ ભરતી કરાવવા ધારદાર રજુઆત કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!