બર્ડ ફ્લુની આશંકા વચ્ચે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સેનેટાઈઝેશનની કામગીરી શરૂ

0

બાંટવાના ખારા ડેમમાં નજીક પક્ષીઓના મોત બર્ડ ફલુના કારણે થયા હોવાની આશંકાને લઈ જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સેનેટાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સક્કરબાગ ઝૂ માં ૧૭ વિદેશી અને૩૮ ભારતીય મળી કુલ પપ જાતના ૩૦૦ પક્ષીઓ છે ત્યારે પ૦ થી વધુ પાંજરાને અઠવાડીયામાં બે વખત સેનેટાઈઝ કરવા કાર્યવાહી હાથ ધરાઈ છે. સેનેટાઈઝેશનની કામગીરી ૧૦૦ જેટલા કર્મચારીઓને સોંપવામાં આવી છે. બાંટવાના ખારા ડેમ નજીક પક્ષીઓના નિપજેલા મોત પાછળ બર્ડ ફલુની આશંકા સેવાતી હોય પક્ષીઓના આવાગમન ઉપર રોક લગાવી દેવાઈ હોય હવે બહારગામથી પાક્ષીઓને લાવી નહીં શકાય અને સક્કરબાગ ઝૂ ના પક્ષીઓને અન્ય પ્રાણી સંગ્રહાલયમાં મોકલી નહીં શકાય. બર્ડ ફલુની દહેશતને પગલે પક્ષીઓની તબિયતનું સતત મોનીટરીંગ કરાશે જેના માટે ૩ વેટરનરી ડોકટર, ૧ ઝૂ કિપર અને ૧ ઝૂ નાયક સતત નિરીક્ષણ કરશે. પક્ષીઓમાં જાે શંકાસ્પદ લક્ષણ જણાશે તો તત્કાલ કામગીરી હાથ ધરવામાં આવશે. હાલ બે ટ્રેકટર દ્વારા જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયના તમામ પાંજરાને સેનેટાઈઝ કરવા ૧૦૦ જેટલા કર્મચારીઓને લગાડાયા છે. ટેન્કમાં સેનેટાઈઝર ભરી અને પુરા દબાણ સાથે છંટકાવ કરવામાં આવી રહયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!