૧૮ ટી.ડી.ઓ.ની બદલી : જૂનાગઢમાં ડી.ડી. વાઘેલા અને ભેંસાણમાં શ્રધ્ધા ભટ્ટ મુકાયા

0

રાજય સરકારે તાલુકા વિકાસ અધિકારી કક્ષાના ૧૮ અધિકારીઓની બદલી કરી છે. આ અંગે ગઇકાલે પંચાયત વિભાગના નાયબ સચિવ આશિષ વાળાની સહીથી હુકમ કરવામાં આવ્યો છે. વલ્લભીપુરના અમી પટેલ વિકાસ કમિશ્નર કચેરીમાં, લાઠીના વી.એચ. મકવાણા વઢવાણ, મૂળીના ધીરેન સોનારા આણંદના આંકલાવ, તારાપુરના શ્રધ્ધા ભટ્ટ ભેંસાણમાં, કાલાવડના જે.આર. સોલંકી, વિંછીયામાં વીજાપુરના વી.આર. બારોટ ચોટીલા, ડેડીયાપાડાના ગોવિંદભાઇ નાયકા ઉપલેટા, જલાલપોરના ડી.ડી. વાઘેલા જૂનાગઢ, જસદણમાં સી.ડી. ભગોરા લુણાવાડા (મહીસાગર) મૂકાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews