છેલ્લા પાંચ વર્ષથી જૂનાગઢનાં મોસ્ક-મકબરાનાં કર્મચારીઓને પગાર નથી મળતો : જવાબદાર કોણ ?

0

રાજય સરકારનાં કાયદા વિભાગ હેઠળનાં સરકારની ગ્રાન્ટ હેડ હેઠળ ચાલતા જૂનાગઢ ‘‘મોસ્ક-મકબરા’’નું વહીવટ આઝાદી કાળથી આજદીન સુધી કલેકટર હસ્તક છે. મોસ્ક – મકબરા કમિટીનાં પ્રમુખપદે કલેકટર તેમજ ચેરમેન પદે ડેપ્યુટી કલેકટર છે.  ‘‘મોસ્ક-મકબરા’’ના ફુલ ટાઈમ તેમજ સેટઅપવાળી જગ્યા ઉપર ૧૯૮રથી નિમણૂંક પામેલા હાલ માત્ર – (ત્રણ) તેમજ અન્ય કર્મચારીઓને જ પગારરૂપી રૂા.૩,૩૦૦/- માસીક વેતન ચુકવણી થાય છે.  આ ‘‘મોસ્કમકબરા’’ના કર્મચારીઓને તા.૧-૧-૯ર થી કાયમી કરી સરકારના ધારા ધોરણે દરેક લાભો આપવા તેવો હુકમ ન્યાયલયનો થયેલ તેમજ દર મહિને રેગ્યુલર પગાર મળે તેવી તાકીદ થયેલ છતાં ગ્રાન્ટ ન મંગાવાના કારકુનના વાંકના હિસાબે તા.૧-૩-ર૦૧૬ થી આજદિન સુધી અવાર-નવાર મૌખિક – લેખિત રજુઆત થવા છતાં પણ પગાર નહીં મળતાં મદદનીશ ઔધોગિક કમિશ્નર ને પણ રજુઆતો કરી પણ ઉકેલ નહીં આવતા કલેકટર દ્વારા યોગ્ય હુકમ કરી કરાવી પગાર જમા થાય તે મુજબ હુકમ કરી કરાવી આપવા જુમ્મા મસ્જીદ જૂનાગઢનાં નાયબ ખતીબ મહમદ અમીન કાદરીએ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!