માંગરોળમાં કલાવૃંદ દ્વારા કલાકારોને ઓળખકાર્ડનું વિતરણ

0

ગુજરાત કલાવૃંદનાં સહયોગથી માંગરોળ કલાવૃંદનાં કલાનાં સાધકો માટે માંગરોળ તાલુકાનાં કન્વિનર મિહિરભાઈ વ્યાસ દ્વારા તા.પ-૧-ર૦ર૧નાં રોજ પ્રજાપતિ જ્ઞાતિની વાડીમાં એક નાનકડા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં માંગરોળ તાલુકાનાં કલાકારોને ગુજરાત કલાવૃંદ દ્વારા પ્રસિધ્ધ થયેલ ઓળખકાર્ડનું વિતરણ કરવામાં આવેલ હતું. જેમાં આશરે ૬૦ જેટલા કલાકારોએ ઉપસ્થિત રહી અને પોતાનું ઓળખકાર્ડ મેળવેલું હતું. જેમાં માંગરોળ તાલુકાનાં કન્વિર મિહિરભાઈ વ્યાસ, સહ કન્વિનર ગીરીશભાઈ વાળા તથા રમેશભાઈ જાેષી, યુવા કન્વિનર અભયભાઈ ગરેજા, મહિલા કન્વિનર રૂપલબેન ચુડાસમા તથા નીલાબેન ઠાકરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સારી એવી સફળતા અપાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews