માંગરોળ સર્વોદય સેવા સમિતી, સર્વોદય યોજના અંતર્ગત દાતાઓના સહયોગથી કોરોના મહામારી માર્ચ-ર૦ર૦ થી જાન્યુઆરી ર૦ર૧ દરમ્યાન દાતાઓના સહયોગથી જરૂરીયાતમંદ લોકોને અનાજ કીટ, પશુઓને ચારો, હોમીયોપેથી દવા, નાસ મશીનની કીટ, ગરમ ધાબળા સહિતી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે. વડીલ વંદના યોજના હેઠળ અત્યાર સુધીમાં ચાર કેમ્પ યોજાયા છે. માંગરોળ તાલુકાના ગ્રામ પંથકમાં ગ્રામ પંચાયતના સરપંચો, આગેવાનો, ધારાસભ્ય અને સાંસદ તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ અને સેવાભાવી યુવકોના સહકારથી રૂા. ૭ લાખની જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં માંગરોળના પાંચ ગામોમાં વૃધ્ધજન સહાય યોજના અંતર્ગત સહાયનું આયોજન કરાયું છે. જરૂરીયાત મંદ લોકોને જીવનજરૂરી વિતરણ કાર્યમાં પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ,સંસ્થાના ટ્રસ્ટી ઉંમરભાઈ રાડીયા વગેરે ઉપરસ્થિત રહ્યા હતા. માંગરોળ પાંજરાપોળના ટ્રસ્ટી ભરતભાઈ મેરવાણા, સંસ્થાના સેક્રેટરી નિલેશભાઈ મહેતા અને ટીમ દ્વારા સમગ્ર વિતરણ વ્યવસ્થા માટે જહેમત ઉઠાવાઈ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews