કોડીનારના પોલ્ટ્રી ફાર્મરોએ બર્ડ ફલુ અંગે અફવા ફેલાવનારા સામે કડક કાર્યવાહીની માંગ કરી

0

કોડીનારમાં પોલ્ટ્રી વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા વારંવાર ચિકન અંગે ફેલાવાતી અફવા વિષે વિરોધ વ્યકત કરી પોતાની નારાજગી દર્શાવી અફવા ફેલાવનારા તત્વો સામે કાયદાકીય પગલાં ભરી મરણપથારીએ રહેલા પોલ્ટ્રી ઉદ્યોગને ફરીથી બેઠું કરવા આર્થિક પેકેજ આપવા આવેદનપત્ર દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. આ અંગે કોડીનાર પોલ્ટ્રી ફાર્મરો દ્વારા મહેંદીહસન નકવીની આગેવાની હેઠળ મામલતદાર મારફત મુખ્યમંત્રીને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હાલમાં પક્ષીઓમાં બર્ડ ફલૂ બીમારી ચાલી રહી હોવાના અહેવાલો વચ્ચે અમુક લોકો જાણી જાેઈને આ બીમારીને મરઘાં સાથે જાેડી તેના વિષે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા હોવાના કારણે પોલ્ટ્રી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી બની છે. જેનાથી પોલ્ટ્રી ઉદ્યોગને ભારે નુકશાન થઈ રહ્યું હોય કોડીનારના પોલ્ટ્રી ફાર્મરો દ્વારા અફવા ફેલાવનારા તત્વો સામે કડક પગલાં ભરવા અને મરણપથારીએ પડેલા પોલ્ટ્રી સેકટરને રાહત આપવા આર્થિક પેકેજ જાહેર કરવા માંગણી કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews