સફળતા એકાદશી આ વર્ષે ૯ જાન્યુઆરીએ છે. પૌષ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને સફળ એકાદશી પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પૂરા વિધિ વિધાનથી સફળ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી ભકતોની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. શાસ્ત્રોમાં એકાદશીના ઉપવાસના નિયમો સૂચવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે એકાદશીના દિવસે કોઈ ખાસ કાર્યો ન કરવા જાેઈએ.
તો ચાલો જાણીએ એકાદશી વ્રતના નિયમો ઃ
સફળતા એકાદશીએ ભૂલથી પણ ના કરશો આ કામ
૧. શાસ્ત્રોમાં, બધા ૨૪ એકાદશીઓમાં ભાત ખાવાનું વર્જિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે એકાદશી ઉપર ચોખા ખાવાથી સરિસૃપોની યોનિમાં જન્મ મળે છે. આ દિવસે પણ ચોખાનું સેવન ન કરવું જાેઈએ.
૨. એકાદશી ઉપર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના સાથે સાથે, વ્યક્તિએ ભોજન, વર્તન અને સાત્વિકતાનું પાલન કરવું જાેઈએ.
૩. કહેવાય છે કે પતિ પત્નીએ આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જાેઈએ.
૪. માનવામાં આવે છે કે સફળતા એકાદશીના લાભ મેળવવા માટે વ્યક્તિએ કઠોર શબ્દોનો ઉપયોગ કરવો જાેઈએ નહીં. આ સાથે જ વ્યક્તિએ લડાઈ ઝઘડાથી બચવું જાેઈએ.
૫. એકાદશીના દિવસે લોકોએ સવારે વહેલા જાગી જવું જાેઈએ તેમજ સાંજે સૂઈ જવું જાેઈએ નહીં.
સફળતા એકાદશીના દિવસે જરૂરથી કરો આ કામ
૧. એકાદશીના દિવસે દાન કરવાનું ઉત્તમ મનાય છે.
૨.એકાદશીના દિવસે શક્ય હોય તો ગંગાજળથી સ્નાન કરવું
જાેઈએ.
૩.લગ્ન સબંધી બાધાઓ દૂર કરવા માટે એકાદશીના દિવસે
કેસર,કેળાં, અથવા હળદરનું દાન કરવું જાેઈએ.
૪.એકાદશીનો ઉપવાસ કરવાથી માન -સમ્માન, સંતાન
સુખની સાથે સાથે દરેક મનોકામનાની પૂરતી થાય છે.
૫. કહેવાય છે કે એકાદશીનું વ્રત કરવાથી પૂર્વજાેને મોક્ષ
પ્રાપ્તિનું ફળ મળે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews