વેરાવળ જીઆઇડીસીમાં પરપ્રાંતીય યુવાન ઉપર જીવલેણ હુમલાના ત્રણ આરોપી ઝડપાયા

0

વેરાવળના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં થોડા દિવસ પૂર્વે રાત્રીના સમયે ફીશ કંપનીના કવાર્ટરમાં રહેતા પરપ્રાંતીય યુવાનને લુંટના ઇરાદે છરી મારી દીધાની ઘટનામાં પોલીસે એક સગીર સહિત ત્રણ શખ્સોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તા.૩૦ ડીસેમ્બરે રાત્રીના સમયે વેરાવળ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ અમૃત કોલ્ડ સ્ટોરેજ કંપનીના કવાર્ટરમાં પરપ્રાંતીય શશી ભુષણકુમાર પાસવાની (ઉ.વ.ર૩) સુતો હતો ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ રૂમનો દરવાજાે ખખડાવી અમીત કોણ છે ? તેમ કહી શશીને છરી વડે ડાબા હાથ તથા જમણા પગના ભાગે મારતા ઇજાઓ કરી નાસી છુટેલ હતા. જે અંગે પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગે પીઆઇ બી.જી. રાઠવાએ જણાવેલ કે, ઘટનાને લઇ કંપની તથા સ્થળની આજુબાજુ સીસીટીવી ફુટેજાે તપાસ કરતા અમુક શંકમદો નજરે આવેલ હતા. જેના ઉપર વોચ રાખેલ દરમ્યાન સ્ટાફના દિપક અખીયા અને મનોજગીરી દિલીપગીરીને ઘટનાને અંજામ આપનાર શખ્સોની બાતમી મળી હતી. જેના આધારે વસીમ ઉર્ફ ભુરો શામદાર, અફઝલભાઇ ઉર્ફ શીપો પટણી તથા એક સગીરની ધરપકડ કરવામાં આવેલ છે. આ ત્રણેય શખ્સોએ લુંટના ઇરાદે પરપ્રાંતીય શખ્સને છરી મારી હોવાનું પ્રાથમીક પુછપરછમાં જાણવા મળેલ
છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews