રાજકોટથી ગુમ થયેલા યુવાનનું જૂનાગઢ પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

0

જુનાગઢ રેન્જનાં ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાય તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા માટે અવાર-નવાર જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને લોક ઉપયોગી કાર્યો કરવા માટે સૂચનાઓ આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા લોક ઉપયોગી કાર્યો કરી, પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વયનો સેતુ જળવાઈ અને પ્રજા પોલીસની નજીક આવે ઉપરાંત, પોલીસ પ્રત્યે પ્રજામાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય, તેવા પ્રયત્નો કરવામાં આવે તેવો ઉદ્દેશ ધરાવે છે. રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં બ્રિલિયન્ટ સ્કૂલ પાસે આવેલ રામેશ્વર પાર્ક શેરી નં. ૩માં રહેતા વલ્લભભાઈ ભંડેરીનો પુત્ર યશ (ઉ.વ. ૧૮) પ્રિમેડીકલ નીટ પરિક્ષાનું પરિણામ ઓછું આવતા કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. વિદ્યાર્થી યશના કુટુંબીજનો ખૂબ જ ચિંતાતુર બન્યા હતા. આ અંગેની જાણ રાજકોટ શહેરના માલવીયા પોલીસ સ્ટેશન કરવામાં આવેલ હતી. રાજકોટ શહેર પોલીસ દ્વારા બાળક ગુમ થયા અંગેની વિગત ફોટા સાથે જૂનાગઢ પોલીસને મોકલી જૂનાગઢ આવ્યાની શક્યતા દર્શાવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝનના પી.આઈ. આર.બી.સોલંકી, પીએસઆઇ કૃણાલ પટેલ, એએસઆઈ ધાનીબેન અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ સહિતની ટીમ દ્વારા નાઈટ રાઉન્ડ દરમ્યાન ભવનાથ વિસ્તાર, રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ, વિગેરે જગ્યા સઘન તપાસ કરતા, જૂનાગઢ એસટી સ્ટેન્ડ ખાતેથી રાજકોટનો યશ વલ્લભભાઈ ભંડેરી રાજકોટ મળી આવેલ હતો. બાદમાં પોલીસ ટીમ દ્વારા વિશ્વાસમાં લઈ, પૂછપરછ કરવામાં આવતાં પોતે પ્રિમેડીકલ નીટ પરિક્ષાનું પરિણામ ઓછું આવતા, ગઈકાલે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હોવાનું જણાવેલ હતું. પોલીસ દ્વારા મળી આવેલ છોકરાને નાસ્તો કરાવી, ચા પાણી કરાવતા, છોકરો સ્વસ્થ થયો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા રાજકોટ શહેરના પીએસઆઈ એન.કે. રાજપુરોહિતને જાણ કરતા તેના પરિવારજનો રાજકોટથી નીકળી તાબડતોબ જૂનાગઢ આવ્યા હતા અને જૂનાગઢ પોલીસને મળી આવેલ છોકરાનું તેના પરિવાર સાથે મિલન કરાવેલ હતું. ગુમ થયેલ છોકરો મળતા, પરિવારજનો છોકરાને ભેટીને ભાવ વિભોર થયા હતા. પરિવારજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર માનેલ હતો. પોલીસ દ્વારા પણ બાળક યશ ભંડેરીને તેના પિતા વલ્લભભાઈની હાજરીમાં મોટીવેટ કરી, પોતે નીટની પરિક્ષામા નાપાસ થયેલાનું જણાવી, હિંમત નહીં હારવા તેમજ ખૂબ મહેનત કરી, જિંદગીની પરીક્ષા પાસ કરવા માટે શુભેચ્છાઓ પણ આપવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસે સેવાકીય કામગીરીની ઠેર-ઠેર પ્રશંસા થઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews