ભાણવડનાં મેવાસા ગામે રૂા. ૮.૩૮ લાખની માલમત્તાની લુંટ

0

ભાણવડ પંથકના મેવાસા ગામની સીમમાં રહેતા એક વૃદ્ધના ઘરમાં મધ્ય રાત્રીના સમયે ત્રાટકી, ચાર અજાણ્યા શખ્સોએ છરી તથા હથિયારો બતાવીને કિંમતી દાગીના તથા મોટરકાર મળી કુલ રૂા.૮.૩૮ લાખના માલમત્તાની લૂંટ કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. લૂંટ ચલાવી, નાસી છૂટેલા શખ્સોએ લાલપુર નજીક પોલીસને જાેઈ અને મોટરકાર મુકીને ભાગી ગયા હતા. પોલીસે સઘન તપાસ આરંભી છે. ભાણવડ સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારે ચર્ચાસ્પદ બની ગયેલા આ પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ તાલુકાના મેવાસા ગામની સીમમાં આવેલા ફાટકની બાજુમાં રહેતા અને મૂળ જામજાેધપુર તાલુકાના ગિંગણી ગામના રહીશ એવા ગોરધનભાઈ ટપુભાઈ પરેસા નામના સાઈઠ વર્ષના નિવૃત્ત એવા સુવાળીયા કોળી વૃદ્ધ ગતરાત્રીના તેમના પરિવારજનો સાથે પોતાના રહેણાંક મકાનમાં રાત્રિના વાળુ-પાણી કરીને સૂતા હતા. ત્યારે મધ્યરાત્રીના આશરે સવા વાગ્યાના સમયે તેમના રહેણાંક મકાનમાં આશરે ૨૫ થી ૩૦ વર્ષની વયના ચાર શખ્સો ધસી આવ્યા હતા. હિન્દી ભાષા અને પરપ્રાંતીય એવા આ શખ્સોએ પોતાની સાથે રહેલી છરી, લોખંડના પાઇપ, દાતરડા જેવા ઘાતક હથિયારો બતાવી અને આ મકાનના રહેણાંકના વડીલ ગોરધનભાઈ પરેસાને મોતનો ભય બતાવી અને તેમના રહેણાંક મકાનમાં રાખવામાં આવેલા જુદા જુદા સોના તથા ચાંદીના દાગીના ઝુંટવી જી.જે.૩૭.બી.૮૮૨૨ નંબરની કવિડ મોટરકારમાં નાશી છૂટયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews