કેશોદ : ટ્રકે ઠોકર મારતા ગંભીર ઈજા થતા પ્રૌઢનું મૃત્યું

કેશોદનાં રામેશ્વર સોસાયટી અક્ષયનાથ રોડ ઉપર રહેતા કમલેશગીરી મનસુખગીરી મેઘનાથી (ઉ.વ.૪૪)એ નગરપાલિકાનાં આયશર ટ્રક નં.જીજે-૧૧-સીએ-૦૪૬૯ના ચાલક વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, ફરીયાદીનાં કાકા તેના મોટર સાયકલ જીજે-ર૩-એન- ૭ર૬૮ રોડ ઉપર ઉભુ રાખી તેના ઉપર બેઠા હતાં. તે દરમ્યાન આયસર ટ્રક ચાલકે બેફીકરાઈથી વાહન ચલાવી મોટર સાયકલને પાછળથી ટકકર મારી દેતા ફરીયાદીના કાકાને ગંભીર ઈજા થતા તેમનું મૃત્યું થયું હતું. આ બનાવ અંગે કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!