વેરાવળમાં બે સ્થળોએથી નવ જુગારીને ઝડપી લેવાયા

વેરાવળ તથા પ્રભાસપાટણ વિસ્તારમાં બે સ્થળોએ પોલીસે દરોડો પાડી પાના ટીંચતા નવ જુગારીઓને રોકડા રૂા.આઠ હજાર સાથે ઝડપી લીધેલ હતા. જયારે દરોડા દરમ્યાન બે જુગારી નાસી છુટતા તેને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર પ્રભાસપાટણમાં કોળીવાડાના નાકા પાસે જાહેરમાં જુગાર રમતા પુંજા ડાયા ભરડા, હુશેન આદમ ગોહેલ, મહમદ ઇબ્રાહીમ કાલવાત, નુરમહમદ સીદી, સલીમ હુસેનને રોકડા રૂા.પ,૧ર૦ ની સાથે એએસઆઇ હેમંતભાઇ પુનાભાઇ સહીતના સ્ટાફે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત વેરાવળમાં મોટા કોળી વાડામાં આવેલ જુના ગરબી ચોક પાસે જાહેરમાં જુગાર રમતા વિનુ પીઠાભાઇ ગોહેલ, લિયાકત હુસેન સૈયદ અલી કાદરી, નરસી ગોવિંદ પંડીતને રૂા.૩૦૧૧ સાથે ઝડપી લીધેલ હતાં. જયારે પ્રફુલ નારણ ઉર્ફે નાનો પંડીત તથા લાલજી વીરા ગાવડીયા નાસી છુટતા તેને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!