સકકરબાગનાં એક કર્મચારી ઉપર દીપડાએ હુમલો કર્યો : સારવારમાં ખસેડાયો

જૂનાગઢના સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એક દીપડાએ કર્મી ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં કર્મી ઈજાગ્રસ્ત બનતા તેને સિવીલના ટ્રોમાં વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે. દીપડાએ કરેલા હુમલાની ઘટનાથી અન્ય કર્મીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીમાંથી મળતી વિગત મુજબ સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં અમૃતલાલ મંગાભાઈ બોરીચા નામના બાવન વર્ષીય  આધેડ ફરજ બજાવે છે. દરમ્યાન ગુરૂવારે તેઓ રેસ્કયુ કરેલા દીપડાનું શિફટીંગ કરી રહયા હતા. ત્યારે ટ્રકમાં પાંજરૂ ચડાવતી વખતે દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ પંજાે મારી દેતા નખ લાગતા કર્મીને ઈજા પહોંચી હતી. બાદમાં કર્મીને તુરત સિવીલ હોસ્પિટલ ખાતે ટ્રોમા વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે. આમ, પ્રાણી સંગ્રહાલયના કર્મી ઉપર થયેલા હુમલથી અન્ય કર્મીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!