જૂનાગઢમાં આવતીકાલે ગીરશક્તિના ઉપક્રમે પ્રાકૃત બજાર (ઓર્ગેનિક બજાર)નું આયોજન કરવામાં આવેલ છે. ગીરશક્તિ, સક્કરબાગ સામે, હોન્ડાના શો રૂમ પાછળ, કાળુભાઈ સુખવાણી (મહાસાગર ટ્રાવેલ્સ) અને સતીશભાઈ કેપ્ટનની ગૌશાળા ખાતે આવતીકાલે સવારે ૯ થી સાંજે ૭ કલાક સુધી પ્રાકૃત બજાર યોજાશે જેમાં આવનારા દરેક ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે જે અંગેનો કોઈ ચાર્જ રખાયો નથી. વિનામૂલ્યે યોજાનારા આ પ્રદર્શન અને ઓર્ગેનિક બજારમાં રસાયણમુક્ત ખેતી કરતા ખેડૂતો દ્વારા તલ તેલ, સિંગ તેલ, મગફળી, નારિયેળ, ઘઉં, કઠોળ, શાકભાજી, ગાય આધારિત ખેતી પેદાશ, ગાયનાં છાણ, ધૂપ વસ્તુઓ વગેરે લાવવામાં આવશે. જયારે સંસ્થા દ્વારા વિનામૂલ્યે ગળોના કટકા ઘરે ઉગાડવા માટે આપવામાં આવશે. આ અંગે ડો. ઉમેશ ડી. પંડયા (મો. ૯૪ર૬૭ ૮૩૮૬૮), પ્રજ્ઞાબેન વિરડા (૮પ૧૧૬ ૧૬૭૩૭), નિરજ સુખવાણી (૯પ૩૭૧ ૯૧૧૧૧)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews