ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાંથી ખેતી પાકને નુકશાનની દહેશત

0

ગુજરાત રાજ્યમાં ભરશિયાળે ચોમાસું બેઠું હોય તેવું લાગી રહ્યું છે. ત્રણ દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારના રોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. જેમાં અરવલ્લી, ડાંગ, આહવા, વઘઈ, સુબિયા, સાપુતારા, વલસાડ સહિતના કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે શિયાળું પાકને નુકસાનની ભીંતિ છે. ઘઉં, બટાકા, ચણા, વરિયાળી, ચીકુ, તુવેર, વાલોલ, મરચા સહિતના પાક અને શાકભાજીને નુકસાન થવાની ભીંતિ સર્જાઈ રહી છે. ગુજરાતમાં ખેડૂતોની મહેનત ઉપર ફરી એકવાર માર પડવાનો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડવાનો છે. ત્યારે ગુજરાતના ખેડૂતો માટે આ માઠા સમાચાર છે. આગાહી મુજબ, ગુજરાતના વાતાવરણમાં ફરીથી પલટો આવશે અને કમોસમી વરસાદ પડશે. ત્યારે આજે અરવલ્લીના બાયડમાં અનેક ગામડાઓમાં સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં ૧૫ દિવસમાં બીજીવાર કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. હજી થોડા દિવસ પહેલા જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે ફરીથી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વધુ ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતા મુજબ કરવામાં આવી છે. ત્યારે એકાએક આ કમોસમી વરસાદ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. કમોસમી વરસાદ પડતા ખેડૂતોનો પાક બગડવાની ભીંતિ સેવાઈ રહી છે. તો ધનસુરા, બાયડ પંથકમાં વહેલી સવારથી માવઠુ પડ્યું છે. માવઠાથી રવિ પાકને ભારે નુકસાન થઈ શકે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!