ગુજરાતમાં છેલ્લા ૭ વર્ષોમાં બેરોજગારીનો દર વધ્યો, સરકારનાં દાવા પોકળ

0

વિરોધ પક્ષ સહિત અન્ય સંસ્થાઓ-બેરોજગારો રાજ્યમાં બેરોજગારી વધી હોવાની વારેઘડીએ બૂમરાણ મચાવી રહ્યા છે તો તેની સામે સરકાર તરફથી અત્યાર સુધીમાં સૌથી વધુ રોજગાર અપાયાના દાવા કરી વિરોધ પક્ષોને જૂઠા પાડવામાં આવી રહ્યા છે, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર કરાયેલ ડેટા મુજબ રાજ્યમાં છેલ્લા સાત વર્ષોમાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ વધ્યું છે. ર૦૧૧-૧રમાં રાજ્યોમાં બેરોજગારીનો દર બહુ ઓછો હતો તેમાં હવે ખાસ્સો વધારો થવા પામ્યો છે. આ ડેટાની જાહેરાતે રાજ્ય સરકારના દાવાની પોલ ખોલી નાંખી છે. વર્ષ ૨૦૧૧-૧૨માં ગુજરાતમાં સૌથી ઓછો બેરોજગારી દર હતો, જેમાં ગ્રામીણ વિસ્તારમાં દર ૧૦૦૦ લોકોએ ૩ લોકો બેરોજગાર હતા. હવે તે ૨૦૧૮-૧૯માં વધીને દર ૧૦૦૦ વ્યક્તિએ ૩૩ થઈ ગયો છે. શહેરી વિસ્તારની વાત કરીએ તો તેમાં પણ ૨૦૧૧-૧૨માં પ્રતિ ૧૦૦૦ વ્યક્તિએ ૮ લોકો બેરોજગાર હતા, જે હવે ૨૦૧૮-૧૯માં વધીને ૩૨ થઈ ગયા છે. સરકારી સૂત્રોના કહેવા મુજબ, રાજ્ય સરકાર નોકરી મેળાનું આયોજન કરે છે, પરંતુ કેટલાક એવા કિસ્સાઓ છે, જેમાં યુવાઓને ૧ વર્ષની નોકરી બાદ કાઢી મૂકવામાં આવે છે. પ્રાઈવેટ સેક્ટરના યુવાઓની બેરોજગારી ગણવાનું કોઈ મિકેનિઝમ ન હોવાથી આ આંકડા ડેટામાં દર્શાવાતા નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ‘સ્ટેટ વાઈઝ અનએમ્પલોયમેન્ટ રેટ’ ડેટા જાહેર કરવામાં આવ્યા છે, જે મુજબ પાછલા સાત વર્ષોમાં ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. જાે કે, વર્ષ ૨૦૧૭-૧૮ની સરખામણીએ આ બેરોજદારી દર થોડો નીચે આવ્યો છે. વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં દર ૧૦૦૦માંથી ૫૨ વ્યક્તિ જ્યારે શહેરી વિસ્તારમાં ૪૩ વ્યક્તિ બેરોજગાર હતા. આંકડા દર્શાવે છે કે, ગુજરાત ૨૦૧૧-૧૨માં દર ૧૦૦૦ વ્યક્તિએ ૮ બેરોજગારના આંકડા સાથે સૌથી છેલ્લા ૩ રાજ્યોમાંથી એક હતું. જ્યારે ૨૦૧૮-૧૯માં શહેરી બેરોજગારીમાં દર ૧૦૦૦એ ૩૨ સાથે છેલ્લેથી બીજા ક્રમે છે. રાજ્ય સરકાર સૂત્રો દ્વારા જણાવાયા મુજબ આ સમય દરમ્યાન દેશભરમાં બેરોજગારીનો દર વધ્યો છે. ૨૦૧૧-૧૨માં બેરોજગારીનો દર ૧૦૦૦ વ્યક્તિએ ૩૪ હતો, ૨૦૧૮-૧૯માં વધીને ૭૭ થઈ ગયો. ગુજરાતના શહેરી વિસ્તારમાં પુરૂષોમાં બેરોજગારીનો દર ૧૦૦૦ વ્યક્તિએ ૩૪ છે, જ્યારે મહિલાઓમાં ૨૫ છે. આવી જ રીતે ગ્રામીણ વિસ્તારમાં દર ૧૦૦૦ વ્યક્તિએ ૧૮ મહિલાઓ અને ૩૮ પુરૂષો બેરોજગાર છે. ગુજરાતની સરખામણીએ કર્ણાટકમાં શહેરી બેરોજગારી દર ૧૦૦૦ વ્યક્તિએ ૫૨નો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!