વેરાવળના પ્રભાસપાટણમાં જવેલર્સની દુકાનને, સુત્રાપાડાના વીરોદર ગામે રહેણાંક મકાનને નિશાન બનાવી ઘરફોડી કરાયેલ તેમજ તાલાલાના બોરવાવ ગામેથી બાઇક ચોરીની બનેલ ત્રણ ઘટનાને અંજામ આપનાર એક સગીર સહિત છ તસ્કરોને ત્રણેક લાખના મુદામાલ સાથે ગીર સોમનાથ જીલ્લા ક્રાઇમ બ્રાંચની જુદી-જુદી ટીમોએ ઝડપી લઇ ત્રણ અણઉકેલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.
આ અંગે માહિતી આપતા એલસીબીના પીએસઆઇ કે.જે. ચૌહાણે જણાવેલ કે, ગીર સોમનાથ જીલ્લામાં થોડા દિવસોના અંતરોમાં પ્રભાસપાટણ, સુત્રાપાડા અને તાલાલામાં ચોરીની ઘટનાઓ બની હતી. એલસીબીને મળેલ બાતમી તથા ટેકનીકલ સ્ટાફ રામદેવસિંહ, ભુપતસિંહ ચાવડાની માહિતીના આધારે પ્રભાસપાટણની મંગલમ સોસાયટીમાં રહેતા સરદારજી જશપાલસિંગ લાલસીંગ ટાંક, ભરતસિંગ શેરસિંગ ભાટીયા, કાલીસિંગ શેરસિંગ ભાટીયા (બંન્ને રહે. દુધરેજ-સુરેન્દ્રનગરવાળા)ની અટક કરી આગવી ઢબે પુછપરછ કરતા વીસેક દિવસે પૂર્વે પ્રભાસપાટણની બજારમાં પ્રીન્સ જવેલર્સમાંથી આ ત્રણ શખ્સોએ સન્નીસીંગ દુઘાણી રહે.બરોડાવાળા સાથે મળી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. અટક કરાયેલ ત્રણેય શખ્સો પાસેથી રૂા.૧૮,૨૬૨ની કિંમતના ચાંદીના દાગીના, બે મોબાઇલ તથા બોલેરો પીકઅપ વાહન મળી કુલ રૂા.૨.૨૮ લાખનો મુદામાલ રીકવર કરવામાં આવેલ છે. આ ઉપરાંત સ્ટાફ સુત્રાપાડા તાલુકામાં પેટ્રોલીંગ કરી રહેલ ત્યારે શંકાસ્પદ જણાતા એક સગીર તથા સુરજ ઉર્ફે સુર્યા કાનજી વાઘેલા ગીરગઢડાવાળાની તપાસ કરતા બંન્ને પાસેથી મોબાઇલ તથા રોકડા રૂા.૩૧ હજાર મળી આવેલ હતા.
જે અંગે પુછપરછ કરતા બંન્નેએ થોડા દિવસ અગાઉ તાલુકાના વિરોદર ગામે એક મકાનમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. તાલાલા તાલુકામાં પેટ્રોલીંગ કરી રહેલ સ્ટાફને ગુંદરણ ચોકડી નજીક ફાટક પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થઇ રહેલ બજાજ પલ્સર બાઇક નં.જીજે ૧૧ એકયુ ૯૨૧૬ના ચાલક ઘનશ્યામ ઉર્ફ બોદુ જેરામ પટોડીયા (રહે.બોરવાવ-તાલાલાવાળા)ને રોકાવી આધાર પુરાવા માંગતા તે રજુ કરી શકેલ નહીં. જેથી ઘનશ્યામની આગવી ઢબે પુછપરછ કરતા પલ્સર બાઇક બોરવાવમાં આવેલ ગ્રામીક બેંક પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. આમ બે દિવસમાં એલસીબીને ત્રણ ચોરીની અણઉકેલ ઘટનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews