જૂનાગઢ : સિંધી વેપારીનું અપહરણ અને ખંડણી કેસનો વધુ એક આરોપી ઝડપાયો, રીમાન્ડ મેળવવા તજવીજ

0

જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તારમાં આવેલ રાધાનગર સોસાયટીમાં રહેતા અને માંગનાથ રોડ ઉપર લેડીઝ ગારમેન્ટનો વ્યવસાય કરતા સિંધી વેપારીના ઘરે ક્રાઇમ બ્રાન્ચના માણસો હોવાની ઓળખ આપી, પૂછપરછ માટે ૧૦ મિનિટ લઈ જવાનું જણાવી, વેપારી રોશનભાઈ હરેશભાઇ ખાનવાણી સિંધીના ભાઈ નિમેષ હરેશભાઇ ખાનવાણી સિંધી (ઉ.વ. ૨૧) નું અપહરણ કરી, લઈ જઈ,
રૂા. ૧૦,૦૦,૦૦૦ ની ખંડણી માંગતા, જૂનાગઢ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવતા, સિંધી વેપારીને અપહારણકારોની ચુંગાલમાંથી છોડાવેલ હતો. આ કેસમાં વધુ એક આરોપીને જૂનાગઢ પોલીસે ઝડપી લીધો છે અને તેના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ અંગે ભવનાથ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહને મળેલ બાતમી આધારે મેંદરડા સાસણ પંથકમાંથી, આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય ત્રીજાે આરોપી જસકુ જીતુભાઇ હુદળ જાતે કાઠી (ઉ.વ.૩૨ રહે. જેતલસર જી. રાજકોટ) ને રાઉન્ડ અપ કરી, પકડી પાડી, જૂનાગઢ ખાતે લાવી, અપહરણ અને ખંડણી માંગવાના ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ હતી. આ ગુન્હામા અપહૃત પાસેથી લઈ લેવામાં આવેલ સોનાની ચેઇન પણ કબજે કરવામાં આવેલ છે. હવે આ ગુન્હામાં મુખ્ય સૂત્રધાર નાજા દાસાભાઈ કરોતરા જાતે રબારી તથા એક ડોક્ટર ઉપનામ ધરાવતો આરોપી સહિત બે આરોપીઓ બાકી હોઈ, પોલીસ દ્વારા આ આરોપીઓની વિગત એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પકડાયેલ આરોપીએ ભૂતકાળમાં કોઈ ગુન્હાઓમાં વોન્ટેડ છે કે કેમ? આ સિવાય કોઈ બીજા ગુન્હાઓ આચારેલા છે કે કેમ? વિગેરે બાબતે પૂછપરછ હાથ ધરી, કોર્ટમાં રજૂ કરી, પોલીસ રીમાન્ડ ઉપર મેળવવા, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા તથા સ્ટાફ દ્વારા વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!