જૂનાગઢમાં રવિવારે ગુજરી બજારમાં જૂના કાપડના વેપારીઓને બેસવા માટે જગ્યા ફાળવવા બાબતે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, સીપીએમના બટુકભાઈ મકવાણા, જીસાનભાઇ હાલેપૌત્રા, સોહેલભાઇ સિદીકી, વેપારી આગેવાનો અરવિંદભાઇ પાથર, જેઠાભાઇ ખીમાભાઇ સોંદરવા, વિજયભાઇ મારૂ, બટુકભાઈ ચાવડા, કાનાભાઇ ડોડીયા, હરેશભાઈ, અશોકભાઈ, કિરણભાઇ, હિતેશભાઇ મકવાણા, અરૂણભાઇ મકવાણા વગેરેએ જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરાને આવેદનપત્ર આપી જૂના કાપડનાં વેપારીને રોજી રોટી માટે તેમજ ગરીબ અને મધ્યમ વર્ગ લોકો જે આ કપડાં ખરીદતા હોય તેમના હિતને ધ્યાને લઈ રવિવારે ગુજરી બજારમાં બેસવાની મંજુરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ અંગે જૂનાગઢ મનપા કમિશ્નરે યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews