અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાં યોગદાન આપવા જૂનાગઢમાં પ્રતિષ્ઠિત નાગરિકોની બેઠક યોજાઈ

0

અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાં આર્થિક યોગદાન આપવા માટે જૂનાગઢમાં પ્રતિષ્ઠિત નાગરિકોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ૮૫ પ્રતિષ્ઠિત નાગરિકો ઉપરસ્થિત રહ્યા હતા જેમાં મોટી રાશી આપવા માટે આહવાન કરાયું હતું. આ તકે સંજયભાઈ કોરડીયાએ રૂા. ૧,૧૧,૧૫૧ રાશિ સમર્પણ કરવાની ઘોષણા કરી ત્યારે ઉપસ્થિત અમુક મહેમાનોએ આગામી ૧૫ તારીખે તેમની રાશી જાહેર કરશે એવી ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોને મંદિર નિધિ સમિતિ દ્વારા અભિયાનને લગતી તમામ માહિતીને આવરી લેતી એક બુકલેટ અર્પણ કરાઈ હતી જેથી ઉપસ્થિત નાગરિકો આશય સમજી શકે અને અન્ય લોકોને પણ યોગદાન આપવા પ્રેરણા આપી શકે. આ પ્રયોગ ખૂબ સફળ રહ્યો હતો અને માહિતી ખૂબ સારી રીતે પ્રાપ્ત થઈ હતી. કાર્યક્રમના અંતે સૌએ ભોજન લીધું લીધું હતું. આ કાર્યક્રમનું આયોજન નિધિ સમિતિ દ્વારા કરાયું હતું. આગામી દિવસોમાં તમામ એસોસિએશનની સ્વતંત્ર બેઠક યોજવા પ્રયાસ હાથ ધરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews