ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના સિડોકર ગામે આખલાના પેટમાં સળીયો ભોંકી પશુ અત્યાચાર કરી કોઈ અસામાજીક તત્વો દ્વારા ઘાતકી કૃત્ય કરવામાં આવ્યાની ઘટના બહાર આવતા ગૌપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. આ અંગે ગૌરક્ષા મહાઅભિયાન સમિતિએ ગીર સોમનાથ જીલ્લા પોલીસવડાને લેખીત રજુઆત કરી ઘટનાની તપાસ કરી આવું નિંદનીય કૃત્ય કરનાર તત્વોને શોધી કાઢી ઝડપી લઇ કડક કાનુની કાર્યવાહી કરવા માંગણી કરી છે. આ ઘટના અંગે જાણવા મળેલી વિગત મુજબ વેરાવળ તાલુકાના સીડોકર ગામે એક અબોલ આખલાના પેટમાં કોઈએ સળિયો ભોંકી દીધો હતો. આ લોખંડનો સળીયો આખલાના પેટની આરપાર નીકળી ગયો હતો. જેથી ગ્રામજનો દ્વારા ઇજાગ્રસ્ત આખલાને પ્રથમ નજીકની શાંતિપરા ગૌશાળાની હોસ્પીટલે પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ કૃષી યુનીવર્સીટીની હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવેલ હતો. આ ક્રુર અત્યાચારની ઘટનાને સાબિતી આપતા ફોટો અને વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતાં પશુ પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. આ નિંદનીય ઘટના અંગે અખીલ ભારતીય ગૌરક્ષા મહાઅભિયાન સમિતિના પ્રવિણ રામે ગીર સોમનાથ જીલ્લા પોલીસવડાને લેખીત રજુઆત કરી આખલા ઉપર ક્રુર અત્યાચાર આચરનાર અસામાજીક તત્વોની તાત્કાલીક અસરથી તપાસ હાથ ધરી ધરપકડ કરી કાયદેસરની કાનુની કાર્યવાહી કરવા માંગણી કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews