માંગરોળનાં લોએજ ગામેથી ૩ કાગડા મૃત હાલતમાં મળ્યાં

0

બર્ડફ્લુની આશંકા વચ્ચે માંગરોળ તાલુકાના લોએજ ગામે ખાણ વિસ્તારમાંથી ૩ કાગડા મૃત હાલતમાં મળી આવ્યા છે. જ્યારે ૭ કાગડા બિમાર હોય, ઊડી શક્તા નથી. તમામ પક્ષીઓને ફોરેસ્ટ વિભાગ રાત્રે માંગરોળ લાવ્યા બાદ પશુ દવાખાનામાં રાખવામાં આવ્યા છે. જીવિત કાગડાઓને પ્રાથમિક સારવાર આપવામાં આવશે જ્યારે મૃત કાગડાઓના મોત બર્ડફ્લુને લીધે થયા છે કે કેમ ? તેના રિપોર્ટ માટે જૂનાગઢ લેબ અને ત્યારબાદ ભોપાલમાં પરીક્ષણ માટે મોકલવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!