બર્ડફલુનો પ્રથમ કેસ માણાવદરમાં નોંધાયો : સમગ્ર રાજયમાં તંત્ર સાબદું

0

જૂનાગઢ જીલ્લાનાં માણાવદર પંથકમાં બર્ડફલુની એન્ટ્રીનો કેસ સામે આવતાં રાજયભરમાં તંત્રને સાબદુ કરી દેવામાં આવ્યું છે. હાઈએલર્ટ જારી કરવામાં આવેલ છે. તાજેતરમાં જ બાંટવા-માણાવદરમાં પક્ષીઓનાં કોઈ કારણસર મૃત્યુ થતાં મૃતક પક્ષીઓનાં સેમ્પલને મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા હતા અને જેનો રીપોર્ટ બર્ડફલુ પોઝીટીવ આવતાં ખળભળાટ મચી જવા પામેલ છે. દરમ્યાન જૂનાગઢ કલેકટરે બાંટવા શહેરના એક કિલોમીટરની ત્રિજયામાં જાહેરનામું જારી કરવામાં આવેલ છે.
કોરોના મહામારી વચ્ચે દેશભરમાં અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસ સતત સામે આવી રહ્યા છે જેમાં હવે ગુજરાત પણ બાકાત નથી રહ્યું. થોડા સમય પહેલા માણાવદરમાં કેટલાક પક્ષીઓના શંકાસ્પદ મોત થયા હતા. જેને લઈને તંત્રની ચિંતા વધી હતી અને તમામ મૃત પક્ષીઓના સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટ માટે ભોપાલ મોકલવામાં આવ્યા હતા. જેમના રિપોટ્‌ર્સ આજે પોઝિટિવ આવ્યા છે. માણાવદરમાં બર્ડ ફ્લૂના પોઝિટિવ કેસને લઈને વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે. રાજ્યભરમાં બર્ડ ફ્લૂની ચેતવણીને લઈને જૂનાગઢ પશુપાલક વિભાગ સક્રિય બન્યું છે અને મરઘા ઉછેર કેન્દ્રના નમૂના લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં આવેલા તમામ મરઘા ઉછેર કેન્દ્ર તેમજ ડેમ વિસ્તાર અને નદી કાંઠે દેખાતા પક્ષીઓના નમૂના લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, બાંટવા માણાવદરમાં મૃત્યુ પામેલા પક્ષીઓના સેમ્પલ મધ્યપ્રદેશ ખાતે ટેસ્ટિંગમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં બર્ડ ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, માણાવદર તાલુકાના બાંટવા ખારા ડેમ નજીક ૪૬ ટીટોડી, ૩ બગલી સહિત કુલ પ૩ જેટલા પક્ષીઓના મૃતદેહ મળી આવતા તંત્ર તાત્કાલિક અસરથી હરકતમાં આવી ગયું હતું. બાંટવા શહેરના ખારા ડેમ પાસે મળી આવેલ મૃત વન્યપ્રક્ષીમાં બર્ડ ફલુ મળી આવતા તકેદારીના ભાગરૂપે નવું જાહેરનામું બહાર પાડયું છે. જૂનાગઢ જીલ્લા મેજીસ્ટ્રેટ ડો.સૌરભ પારઘીએ બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, આ રોગ અન્ય પક્ષીઓમાં પણ ફેલાઈ શકે છે. જાેકે, માનવીઓમાં ભાગ્યે જ આ રોગચાળો ફેલાય છે. તેમ છતાં બર્ડ ફલુ ચેપી રોગ હોય પક્ષીઓના ચેપ તેના સીધા સંપર્કમાં આવનારને લાગવાની પુરી શકયતા છે. ત્યારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દરમ્યાન બાંટવા શહેરની આજુબાજુનાં ૧ કિલોમીટરની ત્રિજયા વાળા વિસ્તારમાં કોઈપણ વાહન લઈ જવા કે લાવવા, ઈંડા, મરઘી, મરેલા મરઘા, મરઘાની અગાર લાવવા લઈ જવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. જયારે આ વિસ્તારમાં કામ કરતા લોકોએ ખેસ માસ્ક, ગમબુટ, ડિસ્પોઝેબલ ગ્લોગ્ઝ પહેરવાના રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!