વેરાવળમાં જીવદયાપ્રેમી યુવાનો અને સંસ્થોઓ દ્વારા મકરસંક્રાતિના દિવસે ગાય સહિતના અબોલ પશુઓને ઘાસચારો, ખીચડો વિગેરે ખવડાવવામાં ઘણો જ બગાડ થતો હોવાથી ઘાસનો સદઉપયોગ થાય તેવા હેતુથી સંસ્થાઓ દ્વારા જુદા-જુદા સ્થળોએ ઘાસ ડેપોનું આયોજન કરાયેલ હોય જેનો લાભ લેવા શહેરીજનોને અપીલ કરેલ છે. વેરાવળમાં સ્વસ્તીક સેવા મંડળ, મહાવીર સેવા મંડળ અને જીવન જયોત સેવા ટ્રસ્ટ સહિતના જીવદયાપ્રેમીઓએ મકરસંક્રાતિના દિવસે ઘાસ ડેપોનું અનેરૂ આયોજન કરે છે. જે અંગે અરૂણભાઇ સોનીએ જણાવેલ કે, ઘાસ ડેપોમાં ઘાસ, કપાસીયા, ભુસો તથા દાનની રકમ જમા લેવાશે. ત્યારબાદ આ ઘાસચારો વેરાવળ મહાજન પાંજરાપોળ, ગોપાલવાડી, ઉંબાવાડી, બાપા સીતારામ ગૌશાળા, રાઘે શ્યામ બાપુ ગૌશાળા-પ્રભાસ પાટણ, ગાયત્રી મંદિર ગૌશાળા, મોટી હવેલી ગૌશાળા સહિતની જરૂરીયાતવાળી ગૌશાળાઓમાં પહોંચાડી લોકોએ આપેલ દાનનો સદઉપયોગ કરવાનું આયોજન કરેલ છે. આ ઉપરાંત માનવ સેવા રોકડ અથવા વિવિધ વસ્તુઓમાં બીસ્કીટ, તલસાકરી, મમરાના લાડુ, ફ્રુટ, ઘઉં, ચોખા વિગેરે ચીજ વસ્તુઓ સ્વીકારી જરૂરીયાતમંદ વ્યકતીઓને પહોંચાડવામાં આવશે.
આ સેવાકીય કામગીરીનું દર વખતની જેમ આ વર્ષે પણ આયોજન કરાયેલ હોવાથી આ ભગીરથ સેવા કાર્યમાં સહયોગરૂપી ઘાસચારો, ચીજવસ્તુઓ દાનમાં આપવા માટે શહેરમાં ગરબી ચોક -કૃષ્ણનગર, સ્વામીનારાયણ મંદિર-સટાબજાર, કોળીવાડા રોડ, આઝાદ સોસાયટી, બીલેશ્વર મંદિર ચોક, ગોલારાણા સોસાયટી, ચંદ્રમોલેશ્વર મંદિર-૮૦ ફૂટ, વિદ્યુતનગર, રાધાકૃષ્ણ મંદિર, મહારાજના ડેલામાં, ભાલકા તીર્થ, અંબાજી મંદિર અને શ્રીપાલ ચોકડી સહિતના વિસ્તારોમાં મકરસંક્રાતિના દિવસેે ઘાસડેપો કાર્યરત રહેશે જેનો લાભ લેવા શહેરીજનોને અપીલ કરેલ છે. મકરસંક્રાતિના દિવસે અકસ્માતે ઘવાતા પશુઓની સારવાર માટે ગૌતમભાઇ મો. ૯૨૭૭૬ ૦૪૯પ૨નો સંર્પક કરવા યાદીના અંતમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews