ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવન દ્વારા નેશનલ કોન્ફરન્સ યોજાશે

0

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના સમાજશાસ્ત્ર ભવન દ્વારા આગામી તા.૨૯ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ સોશ્યલ, ઈકોનોમી એન્ડ પોલીટીકલ ઇન્ટરવેન્સન ફોર એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ‘ શીર્ષક હેઠળ નેશનલ ઈ-કોફરન્સનું આયોજન ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો.ચેતનભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું છે. પર્યાવરણીય ટકાઉપણું અંતર્ગત યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના આ સંવાદમાં સમગ્ર દેશમાંથી શિક્ષણવિદો, સંશોધકો તથા વિદ્યાર્થીઓ પોતાના રીસર્ચ પેપર્સ રજુ કરશે.
આ નેશનલ કોન્ફરન્સમાં પર્યાવરણને બચાવવાના તમામ પગલાઓ વિશે તથા હાલમાં પર્યાવરણ સંદર્ભે સામાજીક, આર્થિક તથા રાજકીય હસ્તક્ષેપ વિશે ઊંડાણપૂર્વક ચિંતન-મનન કરવામાં આવશે. સમગ્ર દેશમાંથી વિદ્વાન સમાજશાસ્ત્રીઓ ઓનલાઈન-વર્ચ્યુઅલી હાજર રહેશે અને કોન્ફરન્સમાં જાેડાયેલા તમામ રીસચર્સને પ્રોત્સાહિત કરી સાચા અર્થમાં પર્યાવરણનું મહત્વ સમજાવશે. રજીસ્ટ્રેશન કરાવવા માટેની છેલ્લી તારીખ ૧૪-૦૧-૨૦૨૧ છે. રીસર્ચ પેપર્સ માટેની એબ્સ્ટ્રેકટ સબમીશનની અંતિમ તારીખ ૧૮-૦૧-૨૦૨૧ છે તથા કુલ રીસર્ચ પેપર્સ સબમીટ કરવાની અંતિમ તારીખ ૨૩-૦૧-૨૦૨૧ છે. સમગ્ર કોન્ફરન્સને સફળ બનાવવા માટે સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો.જયસિંહ ઝાલા, ડો.પરાગ દેવાણી, ડૉ.ઋષિરાજ ઉપાધ્યાય, પ્રા.નીતિન મકવાણા સહિતના તમામ ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!