ગુજરાત રાજયમાં કેન્દ્રનાં ધોરણે ૬૩ રમતોનો સમાવેશ કરવા માંગ

0

જૂનાગઢમાં રમતવીરોએ કલેકટરને આવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે, વર્ગ-૩ અને વર્ગ-૪ની જગ્યાઓ ઉપર ગુણવત્તા ધરાવતા રમતવીરોને નિમણુંક માટે લેખીત કસોટીનાં ગુણની કુલ સંખ્યાનાં
પ ટકાથી વધુ નહી તેટલા ગુણ ઉંમરીને પસંદગી આપી શકાશે તેવું ગુજરાત સરકારનાં સામાન્ય વહીવટ વિભાગનાં ઠરાવોથી રપ રમતો માટે ઠરાવવામાં આવેલ છે. આ બાબતનો છેલ્લો ઠરાવ વર્ષ ર૦૦૧માં થયેલ છે. ર૦૦૧થી અત્યાર સુધી કોઈ સમીક્ષા થયેલ નથી તેમજ ર૦ વર્ષનાં ગાળામાં કોઈ રમતોનો સમાવેશ થયેલ નથી. જયારે ભારત સરકાર દ્વારા વખતો વખત રમતોનો ઉમેરો કરવામાં આવેલ છે. જેમાં તાજેતરમાં વધુ કુલ ૬૩ રમતોનો ગ્રુપ-સીની ભરતી માટે સમાવેશ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!