ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે આવેલી સિધ્ધી સિમેન્ટ ફેકટરીને માઇનિંગ માટે તંત્રએ નજીકના વાવડી ગામની ગૌચરની જમીન ફાળવી હોય જેમાં સીમેન્ટ કંપની સરકારી નિયમોનો ઉલાળીયો કરી ખનીજ ખોદકામ કરી રહી છે. જેની સામે વિરોધ દર્શાવવા વાવડી ગામના લોકો અને ખેડુતોએ વિરોધ આંદોલનના મંડાણ કર્યા છે. વાવડી ગામના ૨૫ ખેડુતોએ સીમેન્ટ કંપનીને વાવડી ગામે ફાળવાયેલ ગૌચરની જમીન ઉપર ધરણા ઉપર બેસી ધરણા આંદોલનના શ્રીેગણેશ કર્યા છે અને જયાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
આ બાબતે વાવડીના ગ્રામજનોએ તંત્રને લેખીત રજુઆત અગાઉ પણ કરી હતી. જેમાં જણાવેલ કે, સિધ્ધી સીમેન્ટે કંપનીએ વાવડી ગામના જુદા-જુદા સર્વે નંબરોની જમીનમાં લાઇમસ્ટોેન માઇનીંગ લીઝની મંજુરીઓ મેળવી છે. પરંતુ કંપની દ્વારા આ વિસ્તારમાં કરાઇ રહેલ ખનીજ ખનનું ખોદકામમાં જે સરકારી શરતોનું પાલન કરવું જાેઇએ તે કરવામાં આવતુ નથી. જે અંગે ગ્રામજનોએ જવાબદાર વિભાગોને અનેકવાર ફરીયાદો કરેલ હોવા છતાં કોઇ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી. જેના વિરોધમાં વાવડીના ગ્રામજનોએ થોડા દિવસો અગાઉ જ લેખીત રજુઆત કરી કાર્યવાહી કરવા અલ્ટીમેટમ આપેલ હતુ. તેમ છતાં આજ સુધી કોઇ કાર્યવાહી ન કરવામાં આવી હોવાના વિરોધમાં વાવડીના ૨૫ ગ્રામજનોએ વાવડીની ગૌચરની જમીન ઉપર ધરણા ઉપર બેસી આંદોલનનો પ્રારંભ કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews