જૂનાગઢ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેન્કનાં હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો

0

કલોથ એન્ડ રેડીમેઈડ એસોસીએશન જૂનાગઢના પ્રમુખ ભુપેન્દ્રભાઈ તન્ના તથા મહામંત્રી ચંન્દ્રકાંતભાઈ દક્ષીણાની સંયુકત યાદી જણાવેલ છે કે, જૂનાગઢ કોમર્શીયલ કો.ઓ. બેન્કના નવા ચુંટાયેલા હોદેદારો તથા પૂર્ણ હોદેદારોના સન્માનનો એક કાર્યક્રમ ઈન્દ્રલોક હોટલના હોલમાં તા.૧૦/૧/ર૦ર૧ રવિવારના રોજ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં જૂનાગઢ જીલ્લા સહકારી બેન્કના ચેરમેન જૂનાગઢ કો.કો. બેન્કના પૂર્વ ચેરમેન ડોલરભાઈ કોટેચા તથા જૂનાગઢ કો.કો. બેન્કના નવા ચુંટાયેલા ચેરમેન રાકેશભાઈ માંકડ તથા એમ.ડી.પી.ડી. ગઢવી તથા વાઈસ ચેરમેન નીકેશભાઈ મશરૂ તથા પૂર્વ ચેરમેન આશીષભાઈ પારેખ એમ.ડી. રાજેન્દ્રભાઈ જાેબનપુત્રા તથા પૂર્વ વાઈસ ચેરમેન દેવીદાસભાઈ (દાસુભાઈ) તથા જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજયભાઈ દોમડીયા તથા મહાસાગર ટ્રાવેલ્સના એમ.ડી. કાળુભાઈ સુખવાણીનું રેડીમેઈડ એસોસીએશનના જુદા જુદા સભ્યો દ્વારા શાલ તથા ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન વિમલભાઈ શાહ તેમજ આભારવિધી કિશોરભાઈ ચોટલીયાએ કરેલ, કાર્યક્રમનું સંચાલન હિતેષભાઈ સંઘવીએ કરેલ. આ કાર્યક્રમ એસોસીએશનના પ્રમુખ ભુપેન્દ્રભાઈ તન્નાની આગેવાની હેઠળ યોજવામાં આવેલ જેમાં મહામંત્રી ચંદ્રકાંતભાઈ દક્ષીણા, વીમલભાઈ શાહ, જયભાઈ કોટેચા, ભરતભાઈ સોલંકી, તારચંદભાઈ ભગવાનજીભાઈ દેવાણી, મહેન્દ્રભાઈ રૂપારેલીયા, પ્રેમભાઈ કાંથણી વગેરેએ ઉપસ્થિત રહી ઉપરોકત મહાનુભાવોનું સન્માન કરેલ હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોએ પોતાના વ્યકતવ્ય રજુ કરેલ જેમાં મુખ્યત્વે બેન્કે અને વેપારીના અરસપરસના સંબંધો અને વેપારી મીત્રોને બેન્ક વધારે ઉપયોગી થાય અને વેપારી મીત્રોનો સાથ સહકાર મળતો રહે અને બેન્ક ઉત્તરોત્તર પ્રગતી કરે તેવો સુર વ્યકત કરવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews