સોમનાથ દાદાની ભૂમિ છે સુર્યનારાયણની ભૂમિ

0

આદિ દેવ નમોસ્તુભ્યં એવા પૃથ્વી ઉપર પ્રત્યક્ષ અને સાક્ષાત દર્શન આપતા સુર્ય દેવનું મહાપર્વ છે મકરસંક્રાંતિ.
સ્કંધ પુરાણ જે સમયમાં લખાયો ત્યારે સોમનાથ-પ્રભાસ ખંડમાં ૧૬ સુર્ય દેવતાઓના મંદિરો હતા. સુર્યનું એક નામ ભાસ્કર પણ કહેવાય છે તો પ્રભાસ એક સમયે ભાસ્કર તિર્થ તરીકે પણ ઓળખાતું હતું જે નામ સુર્યવંશી આર્યો અહીં સમુદ્ર માર્ગે સ્થિર થયા તે વખતે અપાયું હતું. ભારત વન પર્વ અધ્યાય ૮રમાં જણાવાયેલ મુજબ સુર્ય આ પ્રદેશોમાં પોતાની પુર્ણ કળાએ પ્રકાશિત થતો હતો અને સુર્યની એ સોળ કળાઓ પૈકી બાર કળાઓ સુર્યમંદિરમાં રાખી અને ચાર કળા પોતાની પાસે રાખી જેનો ઉલ્લેખ પ્રભાસ ખંડમાં લખાયો છે તેવા બાર સુર્ય મંદિરો વેદકાળમાં હતા જે કાળક્રમે લુપ્ત થયા છે અને હાલ બે થી ત્રણ જેટલા સુર્ય મંદિરો હજુ પણ યથાવત છે. તે સમયે ઉંચા મકાનો તેની આસપાસ ન હોવાને કારણે સુર્યોદયના પ્રથમ સીધા કિરણો તેની ઉપર પડતા હતા.
ઈતિહાસકાર સ્વ.શંભુપ્રસાદભાઈ દેસાઈએ પ્રભાસ સોમનાથમાં ઉલ્લેખ કરેલ આ રહયા એ સુર્ય મંદિરો.
(૧) સાંમ્બ્દિત્ય સુર્ય મંદિર સોમનાથથી ઉત્તરે વર્તમાનમાં હાલ શાકમાર્કેટ પાસે ત્યાં મ્યુઝીયમ છે. (ર) સાગરાદિત્ય સુર્ય મંદિર ત્રિવેણી માર્ગે હાલ છે. (૩) ગોપાદિત્ય સુર્ય મંદિર રામપુષ્કરથી ઉત્તરે, હાલ નથી. (૪)ચિત્રાદિત્ય સુર્ય મંદિર બ્રહ્મકુંડ પાસે, ભાટીયા ધર્મશાળા પાછળ હશે-હાલ નથી. (પ)રાજભટ્ટાક સુર્ય મંદિર સાવિત્રી પાસે સાહુના ટીંબા ઉપર કે પાસે સંભાવના-હાલ નથી. (૬)નાગરાદિત્ય સુર્ય મંદિર નદી તટે વર્તમાન ટીંબા પાસે જુનું મંદિર. (૭)નંદાદિત્ય સુર્ય મંદિર નગર ઉત્તરે કનકાઈ માર્ગે સંભવતઃ હાલ નથી. (૮)કંકોર્ટકાક સુર્ય મંદિર સમુદ્ર તટે રાશિભુષણ પુર્વે, હાલ નથી. (૯)દુર્વા આદિત્ય સુર્યમંદિર યાદવાસ્થળીમાં હાલ નથી. (૧૦)મુળ સુર્યમંદિર સુત્રાપાડામાં હાલ છે. (૧૧)પર્ણાદિત્ય સુર્ય મંદિર ભીમદેવળમાં હાલ છે.
તાલાળા તાલુકાના ભીમ દેવળ ગામની સીમમાં સુર્ય સમર્પિત ઈ.સ.૯મી સદીનું છતવાળું પ્રવેશદ્વાર ધરાવતું પૂર્વાભિમુખ સુર્યમંદિર છે એના ગર્ભગૃહના પ્રવેશદ્વારે સુર્યપત્ની રજની અને નિશપ્રભાની ઉભેલી પ્રતિમાઓ છે અને ભીમદેવળનું આ ગામ પાંડવપુત્ર ભીમે વસાવેલ હોવાનું કહેવાય છે. (૧ર)બર્લાક સુર્યમંદિર પ્રાચીન ગાંગેચા પાસે-હાલ નથી. (૧૩)આદિત્ય સુર્યમંદિર ઉંબા પાસે ૧૬ માઈલ દુર છે. (૧૪)મકલ સુર્ય મંદિર ખોરાસા પાસે હાલ નથી. (૧પ)બકુલાદિત્ય સુર્ય મંદિર ઉના-દેલવાડા વચ્ચે, હાલ નથી. (૧૬) નારાદિત્ય સુર્યમંદિર ઉના ગામે, હાલ નથી.
સોમનાથ-પ્રભાસ-પાટણનાં ભાસ્કર વૈદ્ય કહે છે કે, સોમનાથનાં ત્રિવેણી સંગમ સામે આવેલ શારદા મઠનાં પાછળનાં ભાગે આવેલ એક ભવ્ય સૂર્યમંદિર આજેપણ છે અને વલ્લભી કાળનું આ મંદિર ૧૩મી ૧૪મી સદી દરમ્યાન જીર્ણોધ્ધાર પામ્યું હોવાનું કહેવાય છે. તો એક વાયકા મુજબ યર્જુવેદાર્ચાય યાજ્ઞવલ્કય મહર્ષિએ સોમનાથમાં તપસ્યા કરી હતી અને આ રીતે તેમણે ભગવાન સૂર્યનારાયણની તપસ્યા કરી યર્જુવેદ મેળવ્યો હતો અને પ્રભાસનાં હિરણ, સરસ્વતી અને કપિલા નદીનાં સંગમ ઉપર સૂર્યનારાયણની અર્ધવર્તુળાકાર પ્રાદશ મૂર્તિ સ્થાપી અને તે પછી વિશ્વામિત્ર સરોવરમાં મૂર્તિ સાથે ઉભા રહી તપશ્યા કરી અને શ્રાવણ સુદ ૧૪ પૂર્ણિમાએ મધ્યાન્હે તેમને સૂર્યનારાયણ પ્રસન્ન થયા હતા અને વરદાન આપ્યું હતું અને યાજ્ઞવલ્કયે સૂર્યનારાયણની સ્તુતિ કરી જે આજે પણ સૂર્યસ્ત્રોત્રમાં ઉલ્લેખ હોવાનું મનાય છે.મકરસંક્રાંતિનાં મહાપર્વે સોમનાથ મહાદેવને પ્રતિવર્ષ વહેલી સવારે તલ, ગંગાજળ સ્નાન, સૂર્ય પૂજા, ગોૈ-પૂજા, મહાપૂજા, તલ તથા દ્રવ્યોથી અભિષેક, દિપમાળા, સંધ્યા શણગાર સહિતનાં વિવિધ કાર્યક્રમો યોજાય છે. વેરાવળ સર્વસંગ્રહનાં ઉલ્લેખ મુજબ વેરાવળનાં વખારીયા બજારમાં સૂરજ કુંડની જગ્યા આવેલી છે જે હાલ છે. આમ પ્રભાસ ક્ષેત્રનો ઈતિહાસ સૂર્યવંશી રાજવીઓ સાથે પણ જાેડાયેલો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!