ગઈકાલ તા.૧ર સવારે આઠ વાગ્યાથી આજ તા.૧૩ રાત્રીનાં આઠ વાગ્યા સુધી સમગ્ર દેશનાં દરિયાઈ વિસ્તારમાં દર બે વર્ષ સમુદ્ર તટ સંરક્ષક કવાયત અંતર્ગત ‘સી વીઝલ ર૧’ ભારતીય નોૈ-સેના મરીન પોલીસ, એલસીબી, એસ.ઓ.જી. સમુદ્રી તટોનાં પોલીસ સ્ટેશનો અને ઝેડ પ્લસ લોખંડી સુરક્ષા કવચ ધરાવતું સોમનાથ મંદિર જે પણ સાગર કાંઠે જ આવેલ હોય સુરક્ષા એજન્સીઓ દ્વારા દર બે વર્ષે કરાતી કવાયત કાર્યરત છે. પ્રથમ વર્ષ ર૦૧૯માં યોજાઈ હતી જેમાં ભારતનાં ૭પ૧૬ કી.મી.નાં દરિયા કાંઠા વિસ્તારમાં ઈકોનોમીક ઝોન, ૧૩ રાજયો, કેન્દ્ર શાસીત પ્રદેશો તથા માછીમાર સમુદાયોને દરિયાકાંઠા હિત ધરાવતા લોકોને સામેલ કરી દરિયાઈ સરહદ સજજતા, સુરક્ષા, પડકારોનો અભ્યાસ સાથે ચકસાણી હાથ ધરાય તેવી કવાયત જાેમ-જુસ્સા અને આવનારા પડકારોને પહોંચી વળવા સુરક્ષા તંત્રને વધુ મજબુત કરવામાં આવશે. કેન્દ્ર-રાજય સરકારની સુરક્ષા એજન્સીઓનાં કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, નોૈ-સેના કસ્ટમ, એસઓજી સોમનાથ મંદિર સુરક્ષા તટ વિસ્તારનાં પોલીસ સ્ટેશનો આ રાષ્ટ્રકાર્યમાં કવાયતથી સજજ થઈ રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews