જૂનાગઢમાં સ્વામિનારાયણ મુખ્યમંદિરે મકરસંક્રાંતિ નિમીતે દેવો અને ગાયોની સેવામાં દાન અર્પણ કરવાનો અનેરો અવસર

0

જૂનાગઢનાં જવાહાર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્યમંદિરનાં કોઠારી પ્રમેસ્વરૂપદાસજી(નવાગઢ) વાળાએ મકરસંક્રાંતિ ઉતરાયણ પર્વની માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતીય ધર્મ પરંપરામાં આપણા શાસ્ત્રો અને ઋષિઓએ ઉત્સવોનો અનેરો મહિમા કહ્યો છે. ઉત્સવોની પરંપરા શોભાવતું આ પૂણ્ય પર્વ એટલે મકરસંક્રાંતિ. વર્ષમાં બાર સંસ્કૃતિઓ આવે છે. પરંતુ મકરસંક્રાંતિ કાળ સર્વશ્રેષ્ઠ કહ્યો છે. તેઓએ વધુમાં જણાવેલ કે ભગવાન સ્વામિનારાયણનાં હસ્તે પધરાવેલ
શ્રી રાધારમણ દેવ મહાપ્રતાપી
શ્રી સિધ્ધેશ્વર મહાદેવની સેવામાં અનુદાન અર્પણ કરવાનો આ અમૂલ્ય અવસર છે. તેમજ આ પૂણ્ય પર્વમાં સીધો સામગ્રી જેવી કે ઘઉં, ચોખા, મગ, ઘી, તેલ, ગોળ, ખાંડ તેમજ પૃથ્વી ઉપરનું સાક્ષાત તિર્થ ગાય માતાની સેવા અર્થે દાન કરી સોૈને ધન્ય બનવા અને દાન ધર્માદો કરવા મંદિરનાં કોઠારી પ્રેમસ્વરૂપદાસજી અને પીપી સ્વામી ધર્મકિશોર સ્વામિ તેમજ ટ્રસ્ટી મંડળ વતી સરજુદાસજીએ અપીલ કરી છે. તેમજ દાનની પાકી પહોંચ કાર્યાલયમાંથી મેળવી લેવા અંતમાં જણાવ્યું હતું. વધુ માહિતી માટે મો.નં. ૯૮૭૯પપ૧૬૮૦ ઉપર સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews