જૂનાગઢમાં રસ્તાના મુદ્દે ગઈકાલે વેપારીઓએ ભારે હંગામો મચાવ્યો હતો અને મહાનગરપાલિકા કચેરીએ દોડી આવ્યા હતા અને દસ દિવસમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચિમકી આપવામાં આવી હતી. આ તકે સત્તાધારી પક્ષે દસ દિવસમાં કામ શરૂ કરવાની ખાત્રી આપ્યા બાદ મામલો થાળે પડયો હતો. જાે કે, વેપારીઓએ ૧૧માં દિવસે આંદોલન ઉપર જાવાનો નિર્દેશ આપ્યો હતો.
જૂનાગઢ શહેરના બિસ્માર એમજી રોડ પ્રશ્ને ગઈકાલે જૂનાગઢ મનપા કચેરીએ બે કલાક હંગામો મચાવ્યો હતો અને ભાજપ હાય… હાય…ના નારા લગાવી રામધૂન બોલાવી હતી. એમજી રોડનું અથવા પાઈપલાઈનનું કામ દસ દિવસમાં શરૂ કરવાની મેયરે હૈયાધારણા આપ્યા બાદ જાે દસ દિવસમાં આ પડતર પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ૧૧માં દિવસે આંદોલન કરવાની વેપારીઓએ ચિમકી આપી હતી. જૂનાગઢ શહેરના હાર્દસમા એમજી રોડની બિસ્માર હાલતને લઈ જૂનાગઢ શહેરના વેપારીઓએ ગઈકાલે જૂનાગઢ મનપા કચેરી ખાતે હંગામો મચાવી મહાનગરપાલિકા કચેરી ખાતે બેસી ગયા હતા અને મેયર, કમિશ્નર વેપારીઓને નીચે મળવા આવે તેવી જીદ ઉપર મક્કમ રહેતાં જૂનાગઢ મેયર ધીરૂભાઈ ગોહેલે નીચે આવી વેપારીઓની રજુઆત સાંભળી હતી. દરમ્યાન જૂનાગઢ મનપા કમિશ્નર પણ વેપારીઓ પાસે આવ્યા હતા અને તેમની રજુઆત સાંભળી સંકલન સમિતિની બેઠક યોજવાની વાત કર્યા બાદ મેયરની ઓફિસમાં ધીરૂભાઈ ગોહેલ, મનપા કમિશ્નર તુષાર સુમેરા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, મહામંત્રી સંજયભાઈ મણવર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશીયા, ડે. મેયર હિમાંશુ પંડયા, શાસક પક્ષના નેતા નટુભાઈ પટોળીયા, દંડક ધરમણ ડાંગર વગેરેએ એક કલાક બેઠક યોજી હતી. ત્યારબાદ મેયર ધીરૂભાઈ ગોહેલે વેપારીઓને ખાત્રી આપી હતી કે, દસ દિવસમાં કાં તો રોડનું કામ શરૂ કરાશે અથવા પાણીની પાઈપલાઈનનું કામ શરૂ કરવામાં આવશે. આ તકે વેપારીઓએ જાે ૧૦ દિવસ તમારા અને ૧૧ મો દિવસ અમારો એમ જણાવી જાે કામ શરૂ નહીં કરાય તો ફરી બંધનું એલાન આપી જૂનાગઢ મનપા સામે આંદોલન છેડવાની ચિમકી આપી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews