જૂનાગઢ જિલ્લામાં કોરોના વેકસીનની રસીકરણ કામગીરી ૧૬-૧-ર૦ર૧ થી શરૂ કરવામાં આવશે. આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ચેતન મહેતાએ જણાવ્યું હતું કે રસીકરણના લોન્ચિંગ માટે જૂનાગઢ જિલ્લામાં ૪ સાઈટ સાઈટ નક્કી કરાઈ છે જેમાં સીએચસી ચોરવાડ, એસડીએચ કેશોદ, યુપીએચસી માંગરોળ અને પીએચસી વડાલનો સમાવેશ થાય છે. જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માટે ૬,પ૦૦ અને શહેરી વિસ્તાર માટે ૪,૦૦૦ મળી કુલ ૧૦,પ૦૦ કોવિશિલ્ડ વેકસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે જે આજે જૂનાગઢ જિલ્લામાં પહોંચાડી દેવાશે. ૧૬-૧-ર૦ર૧ના રોજ દરેક સાઈટમાં ૧૦૦ હેલ્થ વર્કર સહિત કુલ ૪૦૦ હેલ્થ વર્કરોને વેકસીન આપવાનું આયોજન કરાયું છે.
જૂનાગઢ જિલ્લાની ચાર સાઈટ ઉપરાંત જૂનાગઢ શહેર માટે બે સાઈટ નક્કી કરાઈ છે જેમાં કુલ ર૦૦ હેલ્થ વર્કરોને વેકસીન અપાશે. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૬૦૦ હેલ્થ વર્કરોને ૧૬ જાન્યુઆરી, ર૦ર૧ના રોજ કોવિશિલ્ડ વેકસીન રસીકરણ કરવાનું આગોતરૂં આયોજન કરવામાં આવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews