લોકો પોતાની જમા પુંજી અથવા તો મરણમુડીની યોગ્ય વ્યવસ્થા કરવા માટે રોકાણ કરતાં હોય છે. ઘણી સારી યોજનાઓ બહાર પડતી હોય છે અને પાછલી જીંદગી સલામત રહે તે માટે રોકાણ થતું હોય છે. આજ રીતે જૂનાગઢનાં અસંખ્ય લોકોએ પોસ્ટની બચત યોજનામાં એજન્ટ મારફત નાણાંનું રોકાણ કર્યુ હતું. અને કમભાગ્યે આ એજન્ટની બેવફાઈને કારણે માથે ઓઢીને લોકોને રોવાનો વારો આવ્યો છે અને પોસ્ટ વિભાગનાં એક એજન્ટ સામે પોલીસ ફરીયાદ નોંધાય છે અને તેની તપાસ હજુ ચાલી રહી છે. આ દરમ્યાન પોતે રોકેલા નાણાંની છેતરપીંડી થયાનું બહાર આવતા જ એક મહિલાએ ગળફાંસો ખાઈ મોતને વહાલું કર્યાનાં બનાવનાં પગલે અરેરાટીની લાગણી વ્યાપી ગઈ છે. આ આપઘાત કેસમાં જવાબદાર આ એજન્ટને ગુનેગાર ગણી અને તેનાં વિરૂધ્ધ અલગ ગુનો દાખલ કરવાની પણ લોકોમાં લાગણી પ્રવર્તી રહી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢનાં આંબેડકરનગરમાં રહેતા અજાયબેન પ્રવિણભાઈ મકવાણા (ઉ.વ. ૪૦)એ પોસ્ટ ઓફીસમાં રૂા. પ૦ હજાર જમા કરાવેલ જે નાણાંમાં છેતરપીંડી થયાની જાણ થતાં લાગી આવતા પોતાના ઘરે હુકમાં ચુંદડીથી ગળાફાંસો ખાઈ મોતની સોડ તાણી લેતાં પ્રવિણભાઈ મકવાણાએ એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews