જૂનાગઢમાં ગીરશકિતનાં ઉપક્રમે ઓર્ગેનિક ખાદ્યપદાર્થ અને વસ્તુઓનું બજાર ભરાયું ઃ બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો

0

જૂનાગઢ શહેરમાં સરક્કબાગ સામે, હોન્ડાનાં શોરૂમ પાછળ આવેલ કાળુભાઈ સુખવાણી (મહાસાગર ટ્રવેલ્સ) અને કેપ્ટન સતીષચંદ્ર વિરડાનાં ફાર્મહાઉસ ખાતે રવિવારે સવારે ૯ઃ૦૦ થી સાંજે ૭ કલાક દરમ્યાન પ્રાકૃત બજાર ભરવામાં આવી હતી. વિનામૂલ્યે યોજાયેલા આ પ્રદર્શન અને ઓર્ગેનિક બજારમાં રસાયણ મુકત ખેતી કરતા ખેડૂતો દ્વારા તલ તેલ, સીંગ તેલ, મગફળી, નારિયેળ, ઘઉં, કઠોળ, શાકભાજી તેમજ ગાય આધારિત ખેત પેદાશો, ગાયનાં છાણ અને ધૂપ વસ્તુઓ વગેરે લાવવામાં આવી હતી અને જેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા વિનામૂલ્યે ગળોનાં કટકા ઘરે ઉગાડ માટે આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ડો. ઉમેશ પંડયા, પ્રજ્ઞાબેન વીરડા, નીરજ સુખવાણી વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!