ગિરનાર ઉડન ખટોલોના અપર સ્ટેશન ખાતે યાત્રિકો માટે વિશેષ સુવિધા ઉભી કરાઈ

0

જૂનાગઢમાં ગિરનાર પર્વતની ટોચ ઉપર બિરાજમાન જગત જનની મા અબાજીના દર્શને પધારતા યાત્રિકો માટે ઉષા બ્રકોના રોપવે ઉડન ખટોલાના અપર સ્ટેશન ખાતે યાત્રિકો માટે વિશેષ સુવિધા કંપની દ્વારા ઉપલબ્ધ કરાઈ છે જેમાં પ્રતીક્ષા કક્ષ માટેની બેન્ચ, લેડીઝ-જેન્ટ્‌સ માટેના ટોયલેટ બ્લોક, પીવા માટે આરઓ પ્લાન્ટનું શુધ્ધ પાણી, બાળકોની સંભાળ માટે માતૃત્વ કક્ષ, પ્રાથમિક સારવાર કેન્દ્ર, દર્શન ગેલેરી, સેલ્ફી પોઇન્ટ ,ફાયર સેફ્ટી માટે સિલિન્ડર, સમગ્ર પરિસરની સઘન સફાઈ સાથે સેનીટાઇજર અને વૃદ્ધ યાત્રિકો માટે વ્હીલચેર સાથે વિનય વિવેકી સ્ટાફ દ્વારા યાત્રિકોની સાર સંભાળ રાખી કેબિનમાં બેસાડવા-ઉતારવાની કાળજી સાથે સોશ્યલ ડિસ્ટન્સીંગ અને માસ્ક પહેરી રાખવાની સૂચના અપાઇ છે. દરરોજ સાંજે રોપવેના તમામ કર્મચારીઓનો રોલકોલ યોજી વિવિધ સૂચનાઓ આપવામાં આવે છે. અને પ્રવાસીઓને કોઈ અગવડતા ન પડે તે માટે તાકીદ કરાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews